ટેક્સટાઇલ્સ રિસર્ચ અસોસિએશન્સને મર્જની શક્યતા વિશે પણ સૂચન કર્યું
પીયુષ ગોયલ
કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે અધિકારીઓને સમયબદ્ધ રીતે સરકાર-સંબંધિત સંસ્થાઓ દ્વારા ફાઇલ કરવામાં આવેલા પેટન્ટની મંજૂરીને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે.
ગોયલે તેમને ટેક્સટાઇલ રિસર્ચ અસોસિએશન્સને મર્જ કરવાની અથવા આ સંસ્થાઓ વચ્ચે સુમેળ લાવવા માટે સમાન પ્રકારના સંશોધનમાં રોકાયેલા રિસર્ચ અસોસિએશન વચ્ચે ભાગીદારી વધારવાની શક્યતાઓ શોધવાનું પણ કહ્યું.
ટેક્સટાઇલ્સપ્રધાને સૂચના આપી હતી કે મંત્રાલય સાથે અસોસિએશનની ત્રિમાસિક બેઠક કરવામાં આવે.
ગોયલે ગુરુવારે સમીક્ષા બેઠક દરમ્યાન જણાવ્યું હતું કે, આપણે સ્ટાર્ટઅપ્સ અને ટેક્નિકલ ટેક્સટાઇલ જેવાં વિશિષ્ટ ક્ષેત્રોમાં યુવા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા જોઈએ.
તેમણે ટેક્સટાઇલ રિસર્ચ અસોસિએશનોને અત્યાધુનિક લૅબ અને આધુનિક મશીનરી સહિત વિશ્વ-કક્ષાના સ્તર સુધી પહોંચવા માટે જરૂરી કોઈ પણ સમર્થન માટે મંત્રાલયને દરખાસ્તો સબમિટ કરવા જણાવ્યું હતું.
બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ રિસર્ચની લૅબને આધુનિક બનાવવા માટે જરૂરી ટેકો પૂરો પાડી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું.