Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > સર્વિસ સેક્ટરની નિકાસ આ વર્ષે ૪૦૦ અબજ ડૉલરે પહોંચી શકે

સર્વિસ સેક્ટરની નિકાસ આ વર્ષે ૪૦૦ અબજ ડૉલરે પહોંચી શકે

Published : 20 April, 2023 04:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વીતેલા વર્ષની નિકાસ ૪૨ ટકા જેટલી નોંધપાત્ર વધી એમ સર્વિસિસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે જણાવ્યું હતું

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વાણિજ્ય મંત્રાલયના કામચલાઉ ડેટા અનુસાર ૨૦૨૨-૨૩ દરમ્યાન, દેશની સર્વિસ સેક્ટરની નિકાસ ૩૨૨.૭૨ અબજ ડૉલરની થઈ છે, જે અગાઉના વર્ષમાં ૨૫૪ અબજ ડૉલરની થઈ
wહતી, જેની તુલનાએ ૪૨ ટકાનો વધારો બતાવે છે.


સર્વિસ સેક્ટર માટે ૩૦૦ અબજ ડૉલરના લક્ષ્યાંક સામે ૩૨૨ અબજ ડૉલરની નિકાસ થઈ છે. જોકે અંતિમ ડેટા આવ્યા બાદ નિકાસ ૩૫૦ અબજ ડૉલરને સ્પર્શવાની સંભાવના છે. આ નિકાસના વલણને જોતાં ચાલુ વર્ષે નિકાસ ૩૭૫થી ૪૦૦ અબજ ડૉલર થાય એવી ધારણા છે એમ કાઉન્સિલના ચૅરમૅન સુનીલ તલાટીએ જણાવ્યું હતું.ગયા નાણાકીય વર્ષ દરમ્યાન સેવાઓની નિકાસ વૃદ્ધિમાં યોગદાન આપનારાં ક્ષેત્રોમાં મુસાફરી, પરિવહન, તબીબી અને હૉસ્પિટાલિટીનો સમાવેશ થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.



તેમણે ઉમેર્યું હતું કે કાઉન્સિલ બિઝનેસ ડેલિગેશન, B2B મીટિંગ્સ અને માર્કેટ વિશિષ્ટ પહેલો સાથે સેવા ક્ષેત્રના વિકાસને આગળ વધારવા માટે સરકાર સાથે સહયોગમાં અથાક કામ કરી
રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2023 04:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK