વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મોટા પાયે ઉપાડ થવાને પગલે ગુરુવારે સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો હતો.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મોટા પાયે ઉપાડ થવાને પગલે ગુરુવારે સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૪.૭૨ ટકા (૩૬૪૮ પૉઇન્ટ) ઘટીને ૭૩,૫૭૫ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૭૭,૨૨૩ ખૂલીને ૮૦,૯૬૦ની ઉપલી અને ૭૭,૨૨ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કૉઇન ઘટ્યા હતા. શિબા ઇનુ, ડોઝકૉઇન, ચેઇનલિન્ક અને સોલાના ૭થી ૯ ટકાની રેન્જમાં ઘટેલા ટોચના ઘટનાર હતા.
દરમ્યાન બૅન્કિંગ કામકાજ પર દેખરેખ રાખનારી બેઝલ કમિટીએ બૅન્કોના ક્રિપ્ટો એક્સપોઝર જાહેર કરવા સંબંધનું આખરી માળખું મંજૂર કર્યું છે. એનો અમલ વર્ષ ૨૦૨૬ના પ્રારંભથી થશે. બીજી બાજુ, બૅન્ક ઑફ રશિયા આંતરરાષ્ટ્રીય પેમેન્ટ માટે સ્ટેબલકૉઇનને કાનૂની સ્વરૂપ આપવા માગે છે. એની પાછળનો ઉદ્દેશ ચીન સાથેના વેપાર માટે પેમેન્ટની વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો છે. રશિયા પર આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધે નિયંત્રણો લાદવામાં આવ્યાં હોવાથી આવી વ્યવસ્થા કરવાનો વખત આવ્યો છે.
ADVERTISEMENT
અન્ય એક અહેવાલ મુજબ નાઇજીરિયાની સરકાર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ અને બ્લૉકચેઇન ટેક્નૉલૉજી સહિતની નવી ટેક્નૉલૉજી માટે સંશોધન-કેન્દ્રો સ્થાપવાનું આયોજન ધરાવે છે.