નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૧,૮૬૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૪૦.૫૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૨,૯૧૭.૬૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૨૦૭.૪૩ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૫,૧૫૭.૨૬ બંધ રહ્યો. ઉપરમાં ૭૫,૪૬૮ ઉપર ૭૫,૬૭૫, ૭૫,૮૮૦, ૭૬,૨૫૮, ૭૬,૪૫૫, ૭૬,૯૧૨ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૭૪,૭૬૨ નીચે ૭૩,૬૭૩, ૭૩,૪૨૫, ૭૩,૩૯૩, ૭૧,૪૨૫ સપોર્ટ ગણાય. મંગળવારે બજાર ઉપલા અથવા નીચલા ગૅપથી ખૂલી શકે છે, સંભાળવું.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (EXPANDING TRIANGLE = ત્રણ હાયર ટૉપને જોડતા ઉપરની ટ્રેન્ડ લાઇન અને બે લોઅર બૉટમને જોડતા નીચેની ટ્રેન્ડ લાઇન બને છે. આને બેરીશ પૅટર્ન કહેવાય છે. બુલીશ પૅટર્નમાં બે હાયર ટૉપને જોડતાં ઉપરની ટ્રેન્ડ લાઇન અને ત્રણ લોઅર બૉટમને જોડતાં નીચેની ટ્રેન્ડ લાઇન બને છે. આ પૅટર્નના આધારે ટ્રેડિંગ કરવું બહુ જ મુશ્કેલીભર્યું છે, કારણ કે આની રચના વખતે ઘણાં જ ખોટાં સિગ્નલ પણ મળતાં હોય છે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૨,૯૪૪.૫૮ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
ઇન્ડસ ટાવર (૩૮૫.૦૫) : ૩૧૨.૭૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૭૭ ઉપર ૩૮૬, ૩૯૫, ૪૦૪ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૩૬૪ નીચે ૩૫૮ સપોર્ટ ગણાય. ૩૫૦ પૅનિક સપોર્ટ સમજવો.
ઇન્ડસઇન્ડ બૅન્ક (૬૮૯.૫૦) : ૬૦૬ના બૉટમથી સાઇડવેઝમાં છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૯૪ ઉપર ૭૦૦, ૭૧૫, ૭૨૬, ૭૪૧ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૬૭૦ નીચે ૬૫૪ સપોર્ટ ગણાય. ૬૩૭ પૅનિક સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૧,૧૬૨.૦૫): ૪૯,૩૬૬.૧૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૧,૩૮૫ ઉપર ૫૧,૪૬૦, ૫૧,૬૮૩, ૫૧,૯૯૩ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૧,૦૦૦ નીચે ૫૦,૭૯૯, ૫૦,૨૬૪, ૪૯,૩૬૬ સપોર્ટ ગણાય.
નિફ્ટી ફ્યુચર (૨૨,૯૧૭.૬૫)
૨૧,૮૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૦૧૭ ઉપર ૨૩,૦૮૭ કુદાવે તો ૨૩,૨૫૦ ૨૩,૩૮૫, ૨૩,૪૨૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૨,૮૧૫ નીચે ૨૨,૭૩૪ તૂટે તો નરમ સમજવું. ત્યાર બાદ ૨૨,૪૦૫, ૨૨,૩૩૦, ૨૧,૮૬૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
મહેન્દ્ર ઍન્ડ મહેન્દ્ર (૨૫૮૦.૩૫)
૨૮૯૩ના ટૉપથી નરમાઇતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દશાવે છે. ઉપરમાં ૨૬૧૩ ઉપર ૨૬૩૩ પ્રતિકારક સપાટી ગણાય જેની ઉપર ૨૭૪૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૫૧૫ નીચે ૨૪૫૪, ૨૪૨૫ તૂટે તો ૨૩૦૦, ૨૨૫૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
રિલાયન્સ (૧૨૧૮.૯૫)
૧૩૦૭.૭૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૨૨ ઉપર ૧૨૨૮ અને ૧૨૪૬ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૧૯૫ નીચે ૧૧૬૩, ૧૧૧૪ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

