Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > રૂપિયો ૧૮ પૈસા સુધરી ૮૨ની અંદર પહોંચ્યો

રૂપિયો ૧૮ પૈસા સુધરી ૮૨ની અંદર પહોંચ્યો

Published : 25 April, 2023 04:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડૉલર ઇન્ડેક્સની વૈશ્વિક મુખ્ય કરન્સી સામે નરમાઈ અને શૅરબજારમાં પણ વિદેશી રોકાણકારોનો પ્રવાહ સારો આવ્યો હોવાથી રૂપિયામાં મજબૂતાઈ જોવા મળી હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ભારતીય રૂપિયામાં સપ્તાહની શરૂઆતે સરેરાશ સુધારો હતો. ડૉલર સામે રૂપિયો સોમવારે ૧૮ પૈસા સુધરીને ૮૨ની અંદર ઊતરી ગયો હતો.


ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૨.૧૧ની સપાટી પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન ૮૨.૧૧ સુધી પહોંચીને દિવસના અંતે ૮૧.૯૧૫૦ પર બંધ રહ્યો હતો, જે ગયા સપ્તાહે ૮૨.૦૯૫૦ પર બંધ રહ્યો હતો. ડૉલર ઇન્ડેક્સની વૈશ્વિક મુખ્ય કરન્સી સામે નરમાઈ અને શૅરબજારમાં પણ વિદેશી રોકાણકારોનો પ્રવાહ સારો આવ્યો હોવાથી રૂપિયામાં મજબૂતાઈ જોવા મળી હતી. સેન્સેક્સ આજે ૪૦૦ પૉઇન્ટ જેવો ઊછળ્યો હતો, જેને કારણે રૂપિયાને ટેકો મળ્યો હતો. 



અમેરિકન ડૉલર ઇન્ડેક્સ વિશ્વની મુખ્ય છ કરન્સી સામે ૧૦૧.૬૩ પર પહોંચ્યો હતો, જે ગયા શુક્રવારે રૂપિયો બંધ થયો ત્યારે ૧૦૧.૯૬ પર હતો. ઍનલિસ્ટોના મતે રૂપિયામાં ચાલુ સપ્તાહ દરમ્યાન બેતરફી વધ-ઘટ જોવાશે. શૅરબજાર સુધરશે અને ક્રૂડ નીચું રહેશે તો રૂપિયો હજી સુધરી શકે છે. 


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2023 04:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK