કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલનું નિવેદન
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશની નિકાસમાં વીતેલા વર્ષમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારતની એકંદર નિકાસ ૨૦૨૨-’૨૩માં ૭૭૦ અબજ ડૉલરની નવી ઊંચાઈએ પહોંચી છે, જેણે અગાઉના વર્ષના આંકડાની સરખામણીમાં ૧૪ ટકાની વૃદ્ધિ નોંધાવી છે.
તેમણે કહ્યું કે એ એક સર્વકાલીન ઉચ્ચ રેકૉર્ડ છે, જે ૨૦૨૦-’૨૧માં ૫૦૦ અબજ ડૉલરથી વધીને ૨૦૨૧-’૨૨માં ૬૭૬ અબજ ડૉલરનો થયો હતો.
ADVERTISEMENT
ગોયલ ગુરુવારે વૉશિંગ્ટનમાં ભારત-ઇટલી બિઝનેસ સમિટને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આ નિવેદન આપ્યું હતું.
ગોયલે કહ્યું કે વૈશ્વિક બજારમાં વેપાર ઘટી રહ્યા છે ત્યારે ભારતે પડકારજનક સમયમાં લગભગ ૧૦૦ અબજ ડૉલરનો વધુ નિકાસ વેપાર કરીને ૭૭૦ અબજ ડૉલરની નિકાસ હાંસલ કરી છે. આંતરરાષ્ટ્રીય વેપાર ધીમો પડી રહ્યો છે અને જ્યારે વિકસિત વિશ્વમાં મંદીની સ્થિતિ છે ત્યારે ભારતની સ્થિતિ સારી છે.
પ્રધાને કહ્યું કે ગયા વર્ષમાં નિકાસની કામગીરી વિશે ચિંતા હતી. યુક્રેનમાં સંઘર્ષને કારણે ચિંતા હતી અને એવી ચિંતા હતી કે વિકસિત દેશોમાં ઇન્વેન્ટરીઝનો ઢગલો થવાથી અમને આટલું શાનદાર પ્રદર્શન કરવામાં મદદ ન મળી શકે.