દેશના જીડીપીમાં હાલ મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રનો હિસ્સો ૧૫થી ૧૬ ટકા છે, જે ૨૫ ટકા લઈ જવાનો લક્ષ્યાંક
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આ દાયકામાં ભારત પાસે વૈશ્વિક ઉત્પાદન હબ બનવાની અનન્ય તક છે, કારણ કે વિદેશી કંપનીઓ સ્થિતિસ્થાપકતા બનાવવા માટે તેમની ઉત્પાદન અને સપ્લાય ચેઇન વ્યૂહરચનાઓ અપનાવી રહી છે એમ આર્થિક સર્વેક્ષણે મંગળવારે જણાવ્યું હતું.
અમેરિકા-ચીન ટ્રેડ વૉર, કોવિડ-૧૯ રોગચાળો અને યુક્રેનમાં યુદ્ધને કારણે જટિલ કટોકટી બાદ સપ્લાય ચેઇન આંચકાનું જોખમ આજના કરતાં વધુ સ્પષ્ટ ક્યારેય નહોતું.
ADVERTISEMENT
આ પણ વાંચો : ભારતના એક ટકા ધનિકો પાસે દેશની ૪૦ ટકાથી વધુ સંપત્તિ
આ ઝડપથી વિકસતા સંદર્ભમાં વૈશ્વિક કંપનીઓ તેમની ઉત્પાદન અને સપ્લાય ચેઇન વ્યૂહરચનાઓને સ્થિતિસ્થાપક બનાવવા માટે અનુકૂલન કરતી હોવાથી ભારત પાસે આ દાયકામાં વૈશ્વિક ઉત્પાદન હબ બનવાની અનન્ય તક છે એમ સર્વેમાં જણાવાયું છે.
હાલમાં ભારતના ઉત્પાદન ક્ષેત્રનો દેશના જીડીપીમાં લગભગ ૧૫-૧૬ ટકા હિસ્સો છે અને આગામી વર્ષોમાં એને વધારીને ૨૫ ટકા કરવાનું લક્ષ્ય છે.