કેન્દ્રીય ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલનું નિવેદન
પીયૂષ ગોયલ
વાણિજ્ય મંત્રાલય સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન (સેઝ)ના એકમોના કર્મચારીઓને ઘરેથી ૧૦૦ ટકા કામ કરવાની મંજૂરી આપવાનું વિચારી રહ્યું છે, એમ વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે મંગળવારે જણાવ્યું હતું. હાલમાં, સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન (સેઝ) યુનિટમાં મહત્તમ એક વર્ષ માટે ઘરેથી કામ કરવાની પરવાનગી છે અને એના કુલ કર્મચારીઓના ૫૦ ટકા સુધી વધારી શકાય છે.
ગોયલે કહ્યું કે સરકારને કેટલાક વર્ગ તરફથી વિનંતીઓ મળી છે કે હજુ પણ વિવિધ દેશોમાં ઘણી જગ્યાએ કોવિડ-19 સંબંધિત પ્રતિબંધો છે અને લોકો ઑફિસે નથી આવી રહ્યા, પરિણામે સરકાર આ વિશે વિચારણાં કરી રહી છે.