માર્કેટ કૅપિટલાઇઝેશન ૦.૮૬ ટકાના વધારા સાથે ૨.૭૨ ટ્રિલ્યન ડૉલર પર પહોંચ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટની નજર હવે અમેરિકામાં વ્યાજદર સંબંધિત ફેરફાર પર છે અને એને પગલે ટોચની ક્રિપ્ટોકરન્સીમાં સાધારણ ફેરફાર જોવા મળી રહ્યો છે. આ લખાઈ રહ્યું છે એ સમયે પૂરા થયેલા ૨૪ કલાકના ગાળામાં બિટકૉઇન ૦.૪૫ ટકા વધીને ૮૩,૪૭૯ ડૉલર થયો છે. ઇથેરિયમમાં ૧.૦૮ ટકાનો વધારો થયો છે, જ્યારે એક્સઆરપી ૧.૭૩ ટકા ઘટ્યો છે. બીએનબીમાં ૫.૪૨ ટકા વૃદ્ધિ થઈ છે અને સોલાના ૧.૦૫ ટકા ઘટ્યો છે. માર્કેટ કૅપિટલાઇઝેશન ૦.૮૬ ટકાના વધારા સાથે ૨.૭૨ ટ્રિલ્યન ડૉલર પર પહોંચ્યું છે.
નોંધનીય છે કે આ સપ્તાહે અમેરિકામાં અનેક સરકારી આંકડાઓ જાહેર થવાના છે જેમાં ફેબ્રુઆરીના રીટેલ સેલ્સ ઉપરાંત હાઉસિંગના આંકડાનો સમાવેશ થાય છે. બુધવારે ફેડરલ રિઝર્વના વ્યાજદર સંબંધિત નિર્ણયની પ્રતીક્ષા રહેશે, જ્યારે ગુરુવારે બેરોજગારી ભથ્થા માટેના પ્રાથમિક આંકડાઓ જાહેર થશે. એક અંદાજ મુજબ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ફેરફાર નહીં કરે.

