સમગ્ર વર્ષ દરમ્યાનનો ગ્રોથ ૭ ટકાથી ઓછો આવી શકે
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
દેશમાં ચોથા ત્રિમાસિક ગાળા માટે માત્ર ૪ ટકા જીડીપી વૃદ્ધિને ધ્યાનમાં રાખીને એક રેટિંગ એજન્સીના અહેવાલમાં જણાવાયું છે કે સંપૂર્ણ વર્ષ માટે અંતિમ વૃદ્ધિના આંકડા ૭ ટકાના બીજા ઍડ્વાન્સ અંદાજ કરતાં ઓછા હશે.
બેઝ ઇફેક્ટને કારણે પ્રથમ ક્વૉર્ટરમાં અર્થતંત્ર ૧૩.૨ ટકા અને બીજા ત્રણ મહિનાના સમયગાળામાં ૬.૩ ટકાના દરે વૃદ્ધિ પામ્યું હતું અને ત્રીજા ક્વૉર્ટરમાં ૪.૪ ટકાની સર્વસંમતિની અપેક્ષા કરતાં ઘણું ઓછું હતું. ચોથા ક્વૉર્ટરમાં ૪.૧ ટકાના દરને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ નાણાકીય વર્ષ ૭ ટકા નજીક આવે એવી ધારણા છે.
ADVERTISEMENT
ઇન્ડિયા રેટિંગ્સ વિશ્લેષક પારસ જસરાઈએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે એજન્સીને અપેક્ષા છે કે ચોથા ક્વૉર્ટરમાં જીડીપી ચાર ટકાની આસપાસ રહેશે, જેનો અર્થ એ છે કે નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે જીડીપી વૃદ્ધિ ૭ ટકાથી ઓછી હોઈ શકે છે, પરંતુ એણે એનું પ્રમાણ નક્કી કર્યું નથી.
નૅશનલ સ્ટૅટિસ્ટિકલ ઑફિસે એના બીજા અદ્યતન અંદાજમાં સમગ્ર વર્ષ માટે જીડીપી વૃદ્ધિને સાત ટકા પર જાળવી રાખી છે, જે ૫.૧ ટકાની વૃદ્ધિમાં પરિબળ છે. વૈશ્વિક મંદી અને કડક ધિરાણનીતિની પણ ઇકૉનૉમીના દર પર અસર જોવા મળી શકે છે.