જૂનમાં ભારતીય શૅરબજારમાં ૩૦,૬૦૦ કરોડ રૂપિયા ઠાલવ્યા
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ)એ ભારતીય ઇક્વિટીમાં શાનદાર બૅટિંગ કર્યું છે અને જૂનમાં અત્યાર સુધીમાં ૩૦,૭૦૦ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે, કારણ કે તેઓ દેશની સ્થિર મેક્રોઇકૉનૉમિક પ્રોફાઇલ અને મજબૂત કૉર્પોરેટ અર્નિંગ આઉટલુક પર દાવ લગાવે છે. મે મહિનામાં નવ મહિનાની સૌથી ઊંચી ઇક્વિટીમાં ૪૩,૮૩૮ કરોડ રૂપિયા, જ્યારે એપ્રિલમાં ૧૧,૬૩૧ કરોડ અને માર્ચમાં ૭૯૩૬ કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું છે. આગળ જતાં ભંડોળનો પ્રવાહ અસ્થિર થઈ શકે છે. ખાસ કરીને અમેરિકન ફેડ દ્વારા એના વલણને પુનરાવર્તિત કર્યા પછી કે ફુગાવાને એના લક્ષ્યની નીચે લાવવા માટે વધુ વ્યાજદરમાં વધારો કરવાની જરૂર પડી શકે છે એમ શ્રીકાંત ચૌહાણ, ઇક્વિટી સંશોધનના વડા (રીટેલ), કોટક સિક્યૉરિટીઝે જણાવ્યું હતું.

