Click To Flip For Fortune
1
ફરગિવનેસ એટલે કે ક્ષમા - આ ખરેખર ચમત્કાર છે. તમે જ્યારે ભૂતકાળ જતો કરો ત્યારે તમારા ખભેથી બોજ હળવો થાય અને તમને મુક્તિનો અનુભવ થાય. તમારા એન્જલ્સ પાસેથી મદદ માંગો જેથી તમે બીજાઓએ તમને જે હાનિ કરી છે તેની પીડામાંથી મુક્ત થઇ શકો, આ કાર્ડ તમને જાતને માફ કરવા પણ કહે છે. તમે કોઇપણ પ્રકારની ગુનાઇત લગાણી ન રાખો, તમારા ભૂતકાળની ભૂલોથી પર થાવ અને જાતને એ વાતની શાબાશી આપો કે તમે ન ગમે છતાં પણ તમે તમારું બેસ્ટ આપ્યું ભલે પરિણામ ધાર્યું નહોતું આવવાનું. ત્યારથી અત્યાર સુધી જાતને બહેતર બનાવવા તમે જે ફેરફાર કર્યા છે તેની પર ધ્યાન આપો.
ટેરો રિડીંગ - બબીતા કકરાનિયા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @healingheavens_babita, મોબાઈલ- 9322523155
2
આ કશું પણ પડતું મુકવાનો કે છોડી દેવાનો સમય નથી! તમારી આશાઓ, સપનાઓ અથવા યોજનાઓની દિશામાં આગળ વધવાનું ચાલુ રાખો. તમે સાચા માર્ગ પર છો, અને જ્યાં સુધી તમે પ્રવાહમાં છો ત્યાં સુધી તમારે પ્રગતિ જોવી જોઈએ! તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તમારી જમીન પર ઊભા રહો અને તમારામાં વિશ્વાસ રાખો. અન્ય લોકોને તમને છોડવા માટે ડરાવવા ન દો. માત્ર કારણ કે તેમની પાસે તમારી દ્રષ્ટિ નથી તેનો અર્થ એ નથી કે તમારે તમારા હૃદયને અનુસરવું જોઈએ નહીં.
ટેરો રિડીંગ - બબીતા કકરાનિયા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @healingheavens_babita, મોબાઈલ- 9322523155
3
હંમેશા દરેક સવાલનો જવાબ હા કે નામાં નથી હોતો. એવી સ્થિતિ પણ હોય છે જ્યાં શું થશે તે ન જાણતા હોવાથી આપણે વધુ બહેતર કામ કરીએ અને આમ જ ચમત્કારનો આપણને સાક્ષાતકાર થાય. બાળકો જે રીતે ભેટ ખો, એ જ રીતે જિદંગીના જાદુનો હિસ્સો આશ્ચર્યના આનંદમાં રહેલો છે. વિશ્વાસ રાખો કે તમારા એન્જલ્સ પાસે તમારા માટે કંઇ અદ્ભુત રહેલું છે. ભલે તેઓ અત્યારે જાહેર નથી કરતા કે એ શું છે. વિશ્વાસ રાખો.
ટેરો રિડીંગ - બબીતા કકરાનિયા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @healingheavens_babita, મોબાઈલ- 9322523155
4
તમારી જિંદગીમાં જે પણ આવશે તે હકારાત્મક અને વિપુલતામાં આવશે - ઘણું બધું આવશે. તમારા પ્લાન પાર પડશે, સમૃદ્ધી આવશે અને તમને ભવિષ્યની સલામતીની ખાતરી પણ થશે. તમે તમારા સપનાં પુરા કરવા માટે જે પણ પગલાં લેવાના છે તે લેશો તો તમારા એન્જલ્સ તમારી સાથે જ હશે. એબન્ડન્સનું આ કાર્ડ માત્ર આર્થિક બાબતોને લગતું હોય તે જરૂરી નથી, તમે નવા વિચારો મેનિફેસ્ટ કરવાનું વિચારતા હોય અથવા મિત્રો ઇચ્છતા હો તો એ પણ તમને અઢળક જ મળશે અને ઉત્તમ સ્વાસ્થ્ય ઇચ્છશો તે એ મળશે. આ કાર્ડ તમારા જીવનમાં રહેલા ખજાનાઓનું પ્રતિબિંબ છે, કૃતજ્ઞતા સાથે સ્વર્ગમાંથી તમારી ઇચ્છા પ્રમાણે જે પણ મળવાનું છે તે સ્વીકારવા હાથ ખુલ્લા રાખો.
ટેરો રિડીંગ - બબીતા કકરાનિયા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @healingheavens_babita, મોબાઈલ- 9322523155