બૅડ બૉય માટે મ્યુઝિક કમ્પોઝ કરી રહ્યા છે હિમેશ રેશમિયા
હિમેશ રેશમિયા File Photo
‘બૅડબૉય’નું મ્યુઝીક હિમેશ રેશમિયા તૈયાર કરી રહ્યા છે. આ રોમૅન્ટિક-કૉમેડી દ્વારા મિથુન ચક્રવર્તીનો દીકરો નમાશી ચક્રવર્તી અને પ્રોડ્યુસર સાજિદ કુરેશીની દીકરી અમરીન કુરેશી બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે. ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે. ફિલ્મ વિશે વધું જણાવતાં હિમેશ રેશમિયાએ કહ્યું હતું કે ‘આ એક હૅપી, ફન અને રોમૅન્ટિક ફિલ્મ છે. અમારી ઇચ્છા છે કે ફિલ્મનાં ગીતો પણ સ્ટોરીને બંધ બેસે એવાં હોય. વર્તમાનમાં ફિલ્મ સફળ થશે તો એનું મ્યુઝિક પણ હિટ જશે. મારો ઉદ્દેશ છે કે હું એવાં ગીતો બનાવું જેની પોતાની એક ઓળખ બને, જે ફિલ્મને પણ મદદ કરશે. અમે હાલમાં પાંચ નવાં ગીતો પર કામ કરી રહ્યા છીએ જે સાંભળતાં જ યુવાઓને કનેક્ટ કરશે. અમે જૂનાં ગીતોને રીક્રીએટ નથી કરી રહ્યા. લોકોને ફ્રેશ મ્યુઝિક સાંભળવા મળે એ અમારો પ્રયાસ રહેશે.’

