T20 વર્લ્ડ કપ પહેલાં આજથી ૧૫ વૉર્મ-અપ મૅચ રમાશે

27 May, 2024 09:40 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

બંગલાદેશ અને ભારત વચ્ચેની વૉર્મ-અપ મૅચ ન્યુ યૉર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે

પ્રતીકાત્મક તસવીર

અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં T20 વર્લ્ડ કપના મહાસંગ્રામ પહેલાં ટીમો વચ્ચે આજથી વૉર્મ-અપ મૅચ શરૂ થશે. આજે ૨૭ મેએ કૅનેડા-નેપાલ વચ્ચેની મૅચ સાથે શરૂ થનાર વૉર્મ-અપ રાઉન્ડ ૧ જૂને ભારત-બંગલાદેશની મૅચ સાથે ખતમ થશે. કુલ ૧૫ વૉર્મ-અપ મૅચ રમાશે. ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાનની ટીમે હાલમાં ચાર મૅચની T20 સિરીઝ રમી હોવાથી તેઓ વૉર્મ-અપ મૅચ નહીં રમે. બંગલાદેશ અને ભારત વચ્ચેની વૉર્મ-અપ મૅચ ન્યુ યૉર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 

વૉર્મ-અપ મૅચમાં કોણ કોની સામે રમશે

તારીખ

વૉર્મ-અપ મૅચ

ભારતીય સમય

૨૭ મે

કૅનેડા વિરુદ્ધ નેપાલ

રાત્રે ૯

૨૮ મે

ઓમાન વિરુદ્ધ પાપુઆ ન્યુ ગિની

મધરાતે ૧૨.૩૦

૨૮ મે

નામિબિયા વિરુદ્ધ યુગાન્ડા

સવારે ૪.૩૦

૨૮ મે

શ્રીલંકા વિરુદ્ધ નેધરલૅન્ડ્સ

રાત્રે ૮

૨૮ મે

બંગલાદેશ વિરુદ્ધ અમેરિકા

રાત્રે ૯

૨૯ મે

ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ નામિબિયા

સવારે ૪.૪૦

૨૯ મે

અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓમાન

રાત્રે ૧૦.૩૦

૩૦ મે

સ્કૉટલૅન્ડ વિરુદ્ધ યુગાન્ડા

રાત્રે ૮

૩૦ મે

નેપાલ વિરુદ્ધ અમેરિકા

રાત્રે ૯

૩૧ મે

નામિબિયા વિરુદ્ધ પાપુઆ ન્યુ ગિની

મધરાતે ૧૨.૩૦

૩૧ મે

નેધરલૅન્ડ્સ વિરુદ્ધ કૅનેડા

મધરાતે ૧.૩૦

૩૧ મે

વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા

સવારે ૪.૩૦

૩૧ મે

આયરલૅન્ડ વિરુદ્ધ શ્રીલંકા 

રાત્રે ૮

૩૧ મે

સ્કૉટલૅન્ડ વિરુદ્ધ અફઘાનિસ્તાન

રાત્રે ૮

૧ જૂન

ભારત વિરુદ્ધ બંગલાદેશ

રાત્રે ૮

t20 world cup wt20 world t20 t20 united states of america west indies canada nepal oman sri lanka netherlands bangladesh australia afghanistan scotland ireland india cricket news sports sports news