07 December, 2024 04:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વેસ્ટર્ન લાઇનમાં શનિવારે રાતે ૧૧.૩૦ વાગ્યાથી લઈને ૩.૩૦ વાગ્યા સુધી સાંતાક્રુઝથી ગોરેગામ વચ્ચે છઠ્ઠી લાઇન પર મેઇન્ટેનન્સ કરવાનું હોવાથી બ્લૉક રાખવામાં આવ્યો છે. એની સાથે જ પાંચમી લાઇન પર રાતે ૧૨.૩૦ વાગ્યાથી પરોઢિયે ૪.૩૦ વાગ્યા સુધી બ્લૉક રાખવામાં આવ્યો છે. જોકે રવિવારે દિવસના સમયે વેસ્ટર્ન લાઇનમાં કોઈ બ્લૉક નથી. સેન્ટ્રલ લાઇનમાં રવિવારે સવારના ૧૧.૩૦થી બપોરના ૩.૩૦ વાગ્યા સુધી માટુંગાથી મુલુંડ દરમ્યાન ફાસ્ટ ટ્રૅક પર મેગા બ્લૉક રહેશે. આ સમય દરમ્યાન ફાસ્ટ ટ્રેનો સ્લો ટ્રૅક પર દોડશે. હાર્બર લાઇનમાં સવારે ૧૧.૧૦થી સાંજે ૪.૪૦ વાગ્યા સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી ચૂનાભઠ્ઠી સુધી બ્લૉક રહેશે એટલે આ સમય દરમ્યાન હાર્બર લાઇન બંધ રહેશે. જોકે કુર્લા–પનવેલ–કુર્લા વચ્ચે કેટલીક સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવશે.