મુંબઈની રણજી ટીમમાં સામેલ થયા રોહિત શર્મા અને યશસ્વી જાયસવાલ

21 January, 2025 12:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્નેએ આ પહેલાં ટીમ સાથે પ્રૅક્ટિસ-સેશનમાં ભાગ લીધો હતો

યશસ્વી જાયસવાલ

ભારતીય કૅપ્ટન રોહિત શર્મા અને યુવા ઓપનર યશસ્વી જાયસવાલને ૨૩ જાન્યુઆરીથી MCA-BKC ગ્રાઉન્ડ પર જમ્મુ અને કાશ્મીર સામે રમાનારી રણજી ટ્રોફી મૅચ માટે મુંબઈ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બન્નેએ આ પહેલાં ટીમ સાથે પ્રૅક્ટિસ-સેશનમાં ભાગ લીધો હતો. ગઈ કાલે મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)એ રણજી ટ્રોફીના બીજા રાઉન્ડ માટે સ્ક્વૉડની જાહેરાત કરી હતી. અનુભવી અજિંક્ય રહાણે ટીમનું નેતૃત્વ ચાલુ રાખશે.

મુંબઈની રણજી સ્ક્વૉડ : અજિંક્ય રહાણે (કૅપ્ટન), રોહિત શર્મા, યશસ્વી જાયસવાલ, આયુષ મ્હાત્રે, શ્રેયસ ઐયર, સિદ્ધેશ લાડ, શિવમ દુબે, હાર્દિક તામોર (વિકેટકીપર), આકાશ આનંદ (વિકેટકીપર), તનુષ કોટિયન, શમ્સ મુલાની, હિમાંશુ સિંહ, શાર્દૂલ ઠાકુર, મોહિત અવસ્થી, સિલ્વેસ્ટર ડિસોઝા, રોયસ્ટન ડાયસ, કર્શ કોઠારી. 

yashasvi jaiswal rohit sharma ranji trophy mumbai ranji team ranji trophy champions mumbai cricket news sports sports news ajinkya rahane shreyas iyer shivam dube