13 March, 2024 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંસદસભ્ય રાહુલ શેવાળેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને લખેલો પત્ર
સ્થાનિક ઇતિહાસના આધારે બ્રિટિશ જમાનાનાં સેન્ટ્રલ અને વેસ્ટર્નનાં રેલવેનાં સ્ટેશનોનાં નામ બદલવાની વિનંતી શિવસેનાના લોકસભાના ગટનેતા રાહુલ શેવાળેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર લખીને કરી છે. આ પત્રમાં રાહુલ શેવાળેએ કિંગ્સ સર્કલને તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનનું નામ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે એને પગલે જૈન સમાજમાં અત્યારથી હર્ષોલ્લાસ ફેલાયો છે. પાર્શ્વનાથ ભગવાન જૈનોના ૨૩મા તીર્થંકર છે.
આ સિવાય રાહુલ શેવાળેએ કરી રોડને લાલબાગ, સૅન્ડહર્સ્ટ રોડને ડોંગરી, મરીન લાઇન્સને મુમ્બાદેવી, ચર્ની રોડને ગિરગાંવ, કૉટનગ્રીનને કાલાચૌકી અને ડૉકયાર્ડ રોડને માઝગાવ નામ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે આ બાબતમાં સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અમલ કરવાનો નિર્દેશ આપવાની પણ વિનંતી કરી છે.