midday

બૉમ્બે હાઈ કોર્ટની બહાર અંધશ્રદ્ધા

25 March, 2025 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક પેપરમાં નારિયેળ, હળદર અને કંકુ લગાવેલાં લાઇનબંધ લિંબુ મળી આવ્યાં હતાં. કોઈકે જાદુ કરીને આ વસ્તુઓ કોર્ટના ગેટની બહાર મૂકી હોવાનું જણાઈ આવ્યું હતું.
બૉમ્બે હાઈ કોર્ટની બહાર ગઈ કાલે કાળા જાદુનો મામલો જોવા મળ્યો હતો.

બૉમ્બે હાઈ કોર્ટની બહાર ગઈ કાલે કાળા જાદુનો મામલો જોવા મળ્યો હતો.

અંધશ્રદ્ધા અને જાદુટોણાં દૂર કરવા માટેનો કાયદો બનાવવામાં આવ્યો હોવા છતાં એ લોકોના મનમાંથી હજી દૂર ન થયું હોવાનું લાગે છે. બૉમ્બે હાઈ કોર્ટની બહાર ગઈ કાલે કાળા જાદુનો મામલો જોવા મળ્યો હતો. એક પેપરમાં નારિયેળ, હળદર અને કંકુ લગાવેલાં લાઇનબંધ લિંબુ મળી આવ્યાં હતાં. કોઈકે જાદુ કરીને આ વસ્તુઓ કોર્ટના ગેટની બહાર મૂકી હોવાનું જણાઈ આવ્યું હતું.

બૅન્ગકૉકથી આવેલા સુરતના પૅસેન્જર પાસેથી મુંબઈ ઍરપોર્ટ પર ૪૦ લાખનો ગાંજો  પકડાયો

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કસ્ટમ્સના ઍર ઇન્ટેલિજન્સ યુનિટે ગઈ કાલે બૅન્ગકૉકથી આવેલા સુરતના પૅસેન્જર પાસેથી ૪૦ લાખ રૂપિયાનો ગાંજો જપ્ત કર્યો હતો.

મૂળ સુરતના એ. ઝેડ. રંગવાલાને ઑફિસરોએ શંકા જતાં રોક્યો હતો અને તેનો સામાન ચેક કર્યો હતો. સામાનમાં ઉપર તો ઘણાંબધાં ખાવાનાં પૅકેટ્સ અને કપડાં હતાં. જોકે નીચે એક પ્લાસ્ટિકના પારદર્શક પૅકેટમાં લીલાં કલરનાં સૂકાં પાંદડાંનો ભૂકો હોવાનું જણાઈ આવતાં એ ચેક કરવામાં આવ્યું હતું.

ઍર ઇન્ટેલિજન્સ યુનિટના ઑફિસરોએ એ પૅકેટ ખોલીને તેમની પાસેની કિટથી ચેક કરતાં એ ગાંજો હોવાનું જણાઈ આવ્યું હતું. એ ૪૦ ગ્રામ ગાંજો હતો જેની કિંમત ૪૦ લાખ રૂપિયા થાય છે. એ. ઝેડ. રંગવાલાએ કબૂલ્યું હતું કે તે આ ગાંજો બૅન્ગકૉકથી લાવ્યો હતો. જોકે ઑફિસરોએ હવે એની સાથે બીજા કોણ આ કેસમાં સંકળાયેલા છે એની તપાસ શરૂ કરી છે.

માર્ચના છેલ્લા ત્રણ દિવસ મધરાત સુધી BMCમાં પાણીનું બિલ ભરી શકાશે

૩૧ માર્ચ એ ફાઇનૅન્શ્યલ યરનું ક્લોઝિંગ છે ત્યારે મુંબઈગરાઓ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા પૂરા પાડવામાં આવતા પાણીનું બિલ સમયસર ભરી શકે અને તેમને લેટ-ફી ન લાગે એ માટે ખાસ સુવિધા આપવામાં આવશે. દરેક વૉર્ડ-ઑફિસમાં આવેલા નાગરિક સુવિધા કેન્દ્રમાં ૨૯, ૩૦ અને ૩૧ માર્ચે સવારે ૮થી રાતે ૧૨ વાગ્યા સુધી નાગરિકો પાણીનું બિલ ભરી શકશે. અભય યોજના હેઠળ પણ આ ત્રણ દિવસે મધરાત સુધી બિલ ભરી શકાશે. અભય યોજના હેઠ‍ળ જે પેન્ડિંગ બિલ હોય એની રકમ એકસાથે કૅશ કે ચેક દ્વારા ભરવામાં આવે તો એમાં વાધારાના ચાર્જિસ લગાડવામાં આવતા નથી. 

બાહુબલી બહેનોની બૉડીબિલ્ડિંગ ચૅમ્પિયનશિપ

ભારતની સૌથી જૂની ક્લાસિક બૉડીબિલ્ડિંગ કૉમ્પિટિશન ૩૬ વર્ષ પહેલાં ગુવાહાટીના સરાઈઘાટમાં શરૂ થયેલી. જોકે આ સ્પર્ધા પુરુષો માટે જ હતી. છેલ્લાં ચાર વર્ષથી અહીં ફીમેલ બૉડીબિલ્ડરોની કૉમ્પિટિશન પણ યોજાવા લાગી છે. આસામ અને નૉર્થ-ઈસ્ટનાં રાજ્યો જ નહીં, ભારતભરમાંથી મહિલા બૉડીબિલ્ડરોએ એમાં ભાગ લીધો હતો. 

bombay high court mumbai mumbai news crime news mumbai police news mumbai airport brihanmumbai municipal corporation Water Cut mumbai water levels