મુંબઈમાં ૧૫ મેથી ૧૦ ટકા પાણીકાપ

29 April, 2026 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈને પાણી પૂરું પાડતાં ૭ જળાશયોમાં અત્યારે ૨૮.૩૫ ટકા પાણી ઉપલબ્ધ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈ પર તોળાતા જળસંકટને ધ્યાનમાં રાખીને BMCએ ૧૫ મેથી ૧૦ ટકા પાણીકાપ લાદવાની જાહેરાત કરી છે. હવામાન વિભાગે આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની આગાહી કરી છે જેના પગલે સાવચેતીના પગલારૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રી-મૉન્સૂન રિવ્યુ મીટિંગ બાદ પત્રકારો સાથે વાત કરતાં BMCનાં કમિશનર અશ્વિની ભિડેએ જણાવ્યું હતું કે ‘મુંબઈને પાણી પૂરું પાડતાં ૭ જળાશયોમાં હાલમાં માત્ર ૨૮.૩૫ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જે ૧૦ ટકા કાપ વગર માત્ર ૬ જુલાઈ સુધી ચાલે એમ છે. જોકે ભાત્સા અને અપર વૈતરણા ડૅમમાંથી અનામત જથ્થાના વપરાશની રાજ્ય સરકાર મંજૂરી આપે અને ૧૦ ટકા પાણીકાપનો અમલ થાય તો આ પાણી ૧૭ ઑગસ્ટ સુધી ચલાવી શકાશે. કટોકટીની સ્થિતિ ટાળવા નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.’

Water Cut mumbai water levels brihanmumbai municipal corporation mumbai mumbai news mumbai monsoon