ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વેચાઈ રહી છે મુંબઈના જૈનોની મિલકતો, સમાજે સરકારને પત્ર લખી કરી કાર્યવાહીની માગણી

26 November, 2024 04:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Jain Community of Mumbai: વાગડ ઓસ્વાલ પેટા સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા, ટીમ વાગડ ચેરીટેબલ ટ્રસ્ટે ગુજરાતના મૂખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખીને સમુદાયની મિલકતોને રક્ષણ આપવાની માગ કરી હતી.

જૈન સમાજનું વિરોધ પ્રદર્શન ( પ્રતિકાત્મક ફાઇલ તસવીર)

મુંબઈમાં વસતા જૈન સમાજના લોકોએ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને (Jain Community of Mumbai) પત્ર લખી રાજ્યમાં તેમના મૂળ રહેઠાણો અને મિલકતોને રક્ષણ આપવાની માગણી કરી હતી. જૈન સમુદાયનો આરોપ છે કે મુંબઈ સ્થિત જૈનોની બહુવિધ મિલકતો પર સ્થાનિકો દ્વારા અતિક્રમણ કરવામાં આવી રહ્યું છે અને તેમની મિલકતોનું વિનિવેશ કરવાની ધમકી આપવામાં આવી રહી છે.

જૈન પેટા સમુદાયોની મોટી વસ્તી સમયાંતરે ગુજરાતના (Jain Community of Mumbai) વિવિધ ભાગોમાંથી મુંબઈમાં સ્થળાંતરિત થઈ છે. જ્યારે આ સમુદાયના લોકોએએ મુંબઈને પોતાના ઘર તરીકે સ્વીકાર્યું છે, તેઓ હજુ પણ તેમના મૂળ ગામોમાં ઘરો, જમીનના પાર્સલ અને ખેતીની જમીનો સહિતની મિલકતોની માલિકી ધરાવે છે. જોકે, કચ્છના વાગડ વિસ્તારના જૈન વાગડ ઓસવાલ પેટા સમુદાયે એવો આક્ષેપ કર્યો છે કે આવી ઘણી મિલકતો મુંબઈમાં રહેતા માલિકોની જાણ વગર બદમાશો અને અસામાજિક તત્વોને વેચી દીધી છે.

શુક્રવારે, વાગડ ઓસ્વાલ પેટા સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા, ટીમ વાગડ ચેરીટેબલ ટ્રસ્ટે ગુજરાતના મૂખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Jain Community of Mumbai) અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખીને સમુદાયની મિલકતોને રક્ષણ આપવાની માગ કરી હતી. આ પત્રમાં રાજ્ય સરકારને વિનંતી કરવામાં આવી છે કે આવી પ્રોપર્ટીના રક્ષણ માટે જરૂરી જોગવાઈઓનો અમલ કરે અને આ મિલકત સંબંધિત ગુનાઓના ગુનેગારો સામે કાયદેસર રીતે કડક કાર્યવાહી કરે.

“મીડિયા અહેવાલોએ છેલ્લા મહિનામાં આવા ઘણા કિસ્સાઓ પ્રકાશિત કર્યા છે જ્યાં મુંબઈ સ્થિત જૈન સમુદાયના સભ્યોની મિલકતો ગેરકાયદેસર (Jain Community of Mumbai) રીતે વેચવામાં આવી રહી છે. આ અહીં રહેલા જૈન સમાજના લોકો માટે આઘાતની લહેર તરીકે આવ્યું છે અને અમારા સભ્યો તેમની સંપત્તિ વિશે ચિંતિત છે. જો આ ચાલુ રહેશે, તો અમે પ્રદેશમાંથી ડિસઇન્વેસ્ટ કરીશું જે સ્થાનિક અર્થવ્યવસ્થાને અસર કરશે,” એમ પત્રમાં લખવામાં આવ્યું હતું. પત્રમાં સરકારને ચેતવણી પણ આપવામાં આવી છે કે જો આવા કિસ્સાઓ બંધ નહીં થાય તો સમુદાય સર્વસંમતિથી વાગડ વિસ્તારમાંથી તેમનું રોકાણ સ્થળાંતર કરશે. સમાજ દ્વારા સરકારને વિનંતી કરવામાં આવી હતી કે રાજ્ય વહીવટીતંત્રને સમુદાયની અંદરથી અસુરક્ષાની ભાવનાને દૂર કરવા પગલાં લેવા નિર્દેશ કરે.

ટીમ વાગડના ચેરમેન ટ્રસ્ટી લક્ષ્મીચંદ ચારલાએ (Jain Community of Mumbai) જણાવ્યું હતું કે, “સમુદાય કચ્છ-વાગડ પ્રદેશમાં 400 વર્ષથી વધુ સમયથી રહે છે. નર્મદા કેનાલ, વિન્ડ ફાર્મ, સોલાર પ્રોજેક્ટ અને ઔદ્યોગિકીકરણને કારણે જમીનના ભાવ આસમાને છે અને કેટલાક લોકો અમારા સમુદાયની મિલકતો ગેરકાયદેસર રીતે વેચીને અયોગ્ય લાભ લઈ રહ્યા છે. જો આ બંધ નહીં થાય, તો અમને અમારી બધી મિલકતો વેચવાની ફરજ પાડવામાં આવશે.

jain community gujarati community news gujaratis of mumbai Gujarat Crime kutchi community bhupendra patel kutch gujarat cm