19 December, 2023 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ થયેલાં વિચિત્ર ફૂડના સ્ક્રિનશૉટ (તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા)
૨૦૨૩નું વર્ષ અંતને આરે છે. ત્યારે આપણે વર્ષ દરમિયાન બનેલી સારી-ખરાબ ઘટનાઓની ચર્ચા કરતા હોઈએ છીએ. આજે આપણે Year Ender 2023માં એક એવા વિષયની વાત કરવાનાં છીએ જેણે ઇન્ટરનેટ પર ધમાચકડી મચાવી હતી. એ છે વાયરલ અને વિચિત્ર ફૂડ કૉમ્બિનેશન્સ. આ વર્ષે ઇન્ટરનેટ પર એવા ઘણા ફૂડ વીડિયો જોયવા મળ્યાં જેણે લોકોની મનપસંદ ફૂડ આઇટમ સાથે ચેડાં કર્યા હોય અને કંઈક વિચિત્ર જ કૉમ્બિનેશન બનાવ્યું હોય. અહીં પ્રસ્તુત છે એવા વિચિત્ર ફૂડ કૉમ્બિનેશન્સ જે વર્ષ ૨૦૨૩માં સોશ્યલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થયાં હોય.
૧. ટમેટાં આઈસ્ક્રીમ
જૂન 2023 માં, ઇન્ટરનેટ પર એક વિડિઓ વાયરલ થયો હતો જેમાં એક વિક્રેતા ટમેટાંનો આઈસ્ક્રીમ બનાવતો જોવા મળ્યો હતો. વિડિયોમાં જોઈ શકાય છે કે, એક ગ્રાહક લારીવાળાને ટમેટાં આપે છે અને તે બરફની ટ્રે પર ટમેટાંના ટુકડા કરે છે પછી તેમાં કૅરેમલ અને દૂધ ઉમેરે છે અને બધું પીસવાનું શરુ કરીને આઈસક્રીમની જેમ કરવાનું શરૂ કરે છે. સર્વ કરતા પહેલા તેને સમારેલા ટામેટા અને કેરેમેલ સોસથી ગાર્નિશ કરે છે.
૨. ચોકલેટ ઓમેલેટ
અન્ય વિચિત્ર કોમ્બિનેશન ચોકલેટ ઓમેલેટ છે. આ વીડિયોમાં ત્રણથી ચાર ઈંડા, ડેરી મિલ્ક ચોકલેટ, સમારેલી ડુંગળી, ટમેટાં, મરચાં, ચીઝ, મસાલા અને કોથમરી નાખીને ઓમલેટ બનાવે છે. તે પછી પણ તેણે ચીઝના ટુકડા અને ચોકલેટ સોસ ઉમેર્યા.
૩. ગુલાબ જાંબુ દહીં સાથે
તમે ગુલાબ જાંબુ રબડી કે ગુલાબ જાંબુ આઈસક્રીમ ટ્રાય કરી હશે પણ ક્યારેય દહીં સાથે ગુલાબ જાંબુ ટ્રાય કર્યું છે? દહીં સાથે ગુલાબ જાંબુ શૅર કરતો વીડિયો વાયરલ થયો ત્યારે ઇન્ટરનેટ પર જબરો આક્રોષ જોવા મળ્યો હતો. એક ગુલાબ જાંબુની ડીશ અને એક સ્કૂપ દહીંની કિંમત પચાસ રૂપિયા છે.
૪. ઓરિયો બિસ્ટકિટનાં ભજીયાં
ભજીયાંએ ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી ખાદ્ય વસ્તુઓમાંની એક છે પરંતુ લોકોએ આ વર્ષે ઓરિયો બિસ્ટકિટનો પ્રયોગ કર્યો છે. આ વિડિયોમાં એક વ્યક્તિ ઓરિયો બિસ્ટકિટમાંથી ભજીયાં બનાવતો જોવા મળે છે.
૫. આમરસ ઢોસા
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં વ્યક્તિ ઢોસો બનાવીને આમરસ ઉમેરતી જોઈ શકાય છે. બાદમાં, તે ચીઝને છીણીને ઉપર બદામ, કાજુ અને કિસમિસ ઉમેરે છે. જેને સંભાર સાથે પીરસવામાં આવે છે.
૬. મેન્ગો પાણીપુરી
કેરી પ્રેમીઓ અને પાણીપુરીના પ્રેમીઓ તો આ વિચિત્ર કૉમ્બિનેશન જોઈને ઉશ્કેરાય ગયાં હતાં. બોમ્બે ફૂડી ટેલ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં એક વ્યક્તિ પાણીપુરીમાં કેરીનો થોડો પલ્પ ભરીને સર્વ કરતો જોવા મળે છે.
૭. એપલ ઇડલી
ઇડલી તો મુંબઈકર્સનો સૌથી લોકપ્રિય બ્રેકફાસ્ટ છે. પણ એપલ ઈને ઇડલીના વિચિત્ર કૉમ્બિનેશને ઇન્ટરનેટ યુઝર્સનું માથું દુખાડ્યું હતું.
૮. ભિંડી સમોસા
ભીંડી અને સમોસા આપણી લગભગ લોકોની મનપસંદ વાનગીઓ છે પણ બન્ને એકબીજાથી સાવ અલગ છે. એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ચાંદની ચોકમાં એક સ્ટ્રીટ વેન્ડર ભીંડી સમોસામાં નાખીને ચાટની જેમ સર્વ કરતો હતો.
૯. ચીઝ બ્લાસ્ટ સોડા
ચિંતા ન કરો આ કોમ્બિનેશણ નામ જેટલું વિચિત્ર નથી. પાઇનએપલ અને બ્લૂબેરી મિક્સ સોડા છે જેના પર ચીઝ ખમણવામાં આવે છે.
આ સિવાય આ વર્ષે પાણીપુરી આઈસ્ક્રીમ, કેળાં પાણીપુરી, માઝા પાણીપુરી વગેરે વિચિત્ર કૉમ્બિનેશન્સ વાયરલ થયાં હતા. જેના વીડિયો નીચે જોઈ શકાય છે.
ઓમલેટમાં મેન્ગો ઓમલેટ અને ચાઉમીન ઓમલેટ પણ ખૂબ વાયરલ થઈ હતી.
આ ઉપરાંત ચોકલેટ ડોસા, પાન ડોસા વાયરલ થયાં હતાં.
વાયરલ ફૂડમાં ગુટકા આઈસ્ક્રીમ અને ડોસા કોન આઈસ્ક્રીમ પણ વાયરલ થઈ હતી.
ખરેખર આ વિચિત્ર ફૂડ કૉમ્બિનેશન્સે નેટિઝન્સને વિચારવા પર મજબૂર કર્યા હતા.