25 January, 2025 06:16 PM IST | Mumbai | Darshini Vashi
કૅફીન કૅફે
નામ પરથી અંદાજ આવી ગયો હશે કે આ કૅફે કૉફી માટે પ્રખ્યાત હશે. અહીં ઘણી અલગ-અલગ જાતની કૉફી સર્વ કરવામાં આવે છે એટલું જ નહીં, અહીં અનેક પ્રખ્યાત દેશી-વિદેશી વાનગીને પણ અનોખા અંદાજમાં પેશ કરવામાં આવે છે. બોરીવલી-વેસ્ટમાં શિંપોલી વિસ્તારમાં આવેલી કૅફીન લગભગ આઠ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી અને થોડા સમય પહેલાં એના ઇન્ટીરિયરમાં પણ બદલાવ લાવવામાં આવ્યો છે જેને લીધે એ આઇ-કૅચી બની ગઈ છે.
ટ્રેસ લેચેસ
કૅફેની વાત કરીએ તો અહીં ઇનસાઇડ અને આઉટસાઇડ એમ બન્ને જગ્યાએ બેસવાની સગવડ કરવામાં આવી છે. આ કૅફે પેટ-ફ્રેન્ડ્લી છે એટલે તમે તમારાં પેટ્સને અહીં લાવી શકો છો. આગળ કહ્યું એમ આ કૅફેને આઠ વર્ષ થઈ ગયાં છે અને અનેક લોકો અહીંની કૉફી અને ફૂડનો અનુભવ લઈ ચૂક્યા છે.
બ્રાઉની
તેઓ પાસેથી કૅફે અને અહીં મળતી આઇટમ્સના ટેસ્ટનો એક્સ્પીરિયન્સ જાણવા માટે રિવ્યુ-નોટ્સની એક વૉલ બનાવવામાં આવેલી છે, જે ઉપરથી લઈને નીચે સુધી સ્ટિકી નોટ્સથી ભરાઈ ગઈ છે. જેમ ગૂગલ પર રિવ્યુ લખવામાં આવે છે એમ અહીં આવતા ફૂડીઝ કલરફુલ સ્ટિકી નોટ્સ પર પોતાનો રિવ્યુ લખે છે અને પછી એને અહીં વૉલ પર ચિપકાવી દેવામાં આવે છે. એ વૉલ જોવા જેવી છે.
ફ્રૂટ કોલ્ડ બ્રુ
હવે ફૂડ પર આવીએ તો અહીં ઇન્ડિયનથી લઈને ચાઇનીઝ સુધીની ઘણી આઇટમો મળે છે. ચટપટા ખિચિયા, ચીઝ ચિલી મૅગી, સોમ ટેમ સૅલડ, ટ્રેસ લેચેસ, હૉટ ચૉકલેટ, પીત્ઝા અને કૉફી અહીંની સૌથી હાઇએસ્ટ સેલિંગ આઇટમ્સ છે. અહીં પ્યૉર વેજ ફૂડ જ પીરસવામાં આવે છે.
હની કૅપુચીનો
આ કૅફે સવારે ૧૧ વાગ્યે ખૂલે છે અને મિડનાઇટ સુધી ઓપન રહે છે.
ક્યાં છે? : કૅફીન, મેગા પાર્ટી હૉલની સામે, શિંપોલી, બોરીવલી (વેસ્ટ)