18 November, 2026 02:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચૂરમૂર ચાટ
સામગ્રી : બાફેલા લાલ ચણા, પાણીપૂરીની પૂરી, ચાટ મસાલો, જીરું પાઉડર, લાલ મરચું, મીઠું, ગ્રીન ચટણી, ખજૂરની ચટણી, સેવ, મસાલા બુંદી, કોથમીર, દાડમના દાણા.
રીત : એક બાઉલમાં પાણીપૂરીની પૂરીનો હાથથી મસળીને ભૂકો કરવો. એમાં બાફેલા લાલ ચણા, ચાટ મસાલો, જીરું પાઉડર, લાલ મરચું, મીઠું, ગ્રીન ચટણી, ખજૂરની ચટણી નાખીને મિક્સ કરવું. પ્લૅટમાં સર્વ કરી ઉપર મસાલા બુંદી, સેવ, દાડમના દાણા અને કોથમીર નાખવી.
- પુનિતા શેઠ