12 April, 2020 05:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મિકા સિંહ અને ચાહત ખન્ના
લૉકડાઉનને કારણે લોકો પરિવાર અને મિત્રોથી અલગ થઈ રહ્યાં છે ત્યારે બોલિવુડમાં એક નવો જ સંબંધ પાંગર્યો છે. અભિનેત્રી ચાહત ખન્ના અને ગાયક મિકા સિંહ વચ્ચે પ્રેમની કૂંપળો ફૂટી છે અને બન્ને જણા અત્યારે ક્વોરન્ટાઈન સમય સાથે પસાર કરી રહ્યાં છે.
અભિનેત્રી ચાહત ખન્નાએ સોશ્યલ મિડિયા પર #QuarantineLove અને #Love સાથે ફોટો પોસ્ટ કર્યા છે. અભિનેત્રીએ અને ગાયકે Twinning પણ કર્યું છે.
થોડાક દિવસો પહેલા મિકા સિંહે ચાહતને કી-બોર્ડ શીખવાડતા હોય તેવા ફોટો પણ શેર કર્યા હતા ચાહતે અને કેપ્શનમાં લખ્યું હતું કે, મને આનંદ છે કે આ લૉકડાઉન દરમ્યાન આપણે એકબીજાને મળ્યાં.
મિકા સિંહે પણ પોતાની સ્ટોરીમાં ચાહત સાથે ડાન્સ કરતા, જમતા અને પત્તા રમતા ફોટો શેર કર્યા હતા. એક સ્ટોરીમાં તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, 'તું પત્તા રમવામાં મારી સાથે ચિટિંગ કરીશ તો ચાલશે પણ જીવનમાં નહી કરતી.'
ચાહત અને મિકાના ચાહકો માટે ખરેખર આ સારા સમાચાર છે.