✕

મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં ભારત ૧૩ વર્ષના ટાઇટલ દુકાળનો અંત કરવા ઊતરશે

19 November, 2026 08:46 AM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

ડિફેન્ડિંગ ચૅમ્પિયન પાકિસ્તાને સૌથી વધુ ૩ ટાઇટલ જીત્યાં છે.

તમામ કૅપ્ટન્સ બૅટ-બૉલના આકારવાળી કેક કાપતા જોવા મળ્યા

આજથી કતરના દોહામાં ૮ ટીમો વચ્ચે મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026ની શરૂઆત થશે. ૨૬ અને ૨૭ નવેમ્બરે સેમી-ફાઇનલ મૅચો રમાશે, જ્યારે ૨૯ નવેમ્બરે બે ટીમો વચ્ચે ફાઇનલમાં રસાકસી જોવા મળશે. ૨૦૧૩થી ૨૦૨૪ વચ્ચે ૬ સીઝન આ ટુર્નામેન્ટ ઇમર્જિંગ એશિયા કપના નામથી રમાઈ હતી. કતરમાં આયોજિત છેલ્લી સીઝનથી આ ટુર્નામેન્ટ રાઇઝિંગ સ્ટાર્સ તરીકે ઓળખાય છે.

ડિફેન્ડિંગ ચૅમ્પિયન પાકિસ્તાને સૌથી વધુ ૩ ટાઇટલ જીત્યાં છે. શ્રીલંકાએ બે વખત અને ભારતે ૧ વખત ટાઇટલ પોતાને નામે કર્યું છે. ભારત ૨૦૧૩માં પહેલી સીઝન જીત્યું હતું અને હવે ૧૩ વર્ષના ટાઇટલ દુકાળને સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે.

આઠમી સીઝનમાં ૮ ટીમોને બે ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે. ગ્રુપ Aમાં અફઘાનિસ્તાન, બંગલાદેશ, હૉન્ગકૉન્ગ, શ્રીલંકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રુપ Bમાં ભારત, નેપાલ, પાકિસ્તાન અને UAEની ટીમને એન્ટ્રી મળી છે.

કૅપ્ટન તિલક વર્મા, વાઇસ-કૅપ્ટન રિન્કુ સિંહની આગેવાનીમાં વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, પ્રિન્સ યાદવ જેવા સ્ટાર પ્લેયર્સ રમતા જોવા મળશે. મુંબઈના સૂર્યાંશ શેડગે અને તનુષ કોટિયન પણ ઇન્ડિયા A સ્ક્વૉડમાં સામેલ છે.

ભારતીય ટીમનું શેડ્યુલ 

૨૦ નવેમ્બરે નેપાલ સામે 
૨૨ નવેમ્બરે પાકિસ્તાન સામે 
૨૪ નવેમ્બરે UAE સામે

asia cup qatar doha team india tilak varma rinku singh vaibhav sooryavanshi abhishek sharma prince yadav pakistan sri lanka afghanistan united arab emirates nepal hong kong indian cricket team cricket news sports news sports