માત્ર ૬૦ રન ડિફેન્ડ કરીને કચ્છી લોહાણાએ કર્યું કમાલનું કમબૅક

01 March, 2025 07:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રથમ મૅચમાં પરાજય બાદ ચાર વખતના રનર-અપનો ૬ રનથી રોમાંચક વિજય, ૬૧ રનના ટાર્ગેટ સામે બારેસી દરજી માત્ર ૫૪ રન બનાવી શકી અને બોલરોની મહેનત પર પાણી ફેરવી દીધું

કચ્છી લોહાણાનો બારેસી દરજી સામે ૬ રનથી વિજય

પ્રથમ મૅચમાં પરાજય બાદ ચાર વખતના રનર-અપનો ૬ રનથી રોમાંચક વિજય, ૬૧ રનના ટાર્ગેટ સામે બારેસી દરજી માત્ર ૫૪ રન બનાવી શકી અને બોલરોની મહેનત પર પાણી ફેરવી દીધું : બીજા અઠવાડિયાની શરૂઆત પણ સુપર ઓવરથી થઈ, મેમણ ટીમે ફરી મૅચ ટાઇ કરાવી પણ આ વખતે સુપર ઓવરમાં ગુર્જર સુતાર સામે પરાજય જોવો પડ્યો : ગઈ સીઝનની રનર-અપ સૌરાષ્ટ્ર લેઉવા પટેલની ધમાકેદાર એન્ટ્રી, લુહાર સુતારે આપેલો ૭૭ રનનો ટાર્ગેટ માત્ર ૩.૫ ઓવરમાં હાંસલ કરી લીધો : રોહિદાસવંશી વઢિયારાએ પણ વટથી સીઝનની શરૂઆત કરી, સીઝનના હાઇએસ્ટ ૧૬૪ રન ફટકાર્યા અને શ્રીગોડ મેડતવાલ બ્રાહ્મણને માત્ર ૪૪ રનમાં આૅલઆઉટ કરી સીઝનના હાઇએસ્ટ ૧૨૦ રનના માર્જિનથી જીત મેળવી 

મૅચ

ગુર્જર સુતારનો મેમણ સામે ટાઇ બાદ સુપર ઓવરમાં વિજય

મેમણ (૧૦ ઓવરમાં ૮ વિકેટે ૮૫ રન – શોએબ હનીફ ૧૯ બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે ૩૧, સોહેલ મીઠાઈવાલા ૧૬ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૮ તથા નાવેદ મીઠાઈવાલા બે બૉલમાં એક સિક્સર સાથે અણનમ ૮ રન. પંકિત વડગામા ૧૯ રનમાં ૩, જય વડગામા ૩ રનમાં બે તેમ જ રોહન ગજ્જર ૧૩ રનમાં એક વિકેટ)

ગુર્જર સુતાર (૧૦ ઓવરમાં ૬ વિકેટે ૮૫ રન – વિશાલ વડગામા ૧૭ બૉલમાં બે ફોર સાથે ૨૨, રોહન ગજ્જર ૧૧ બૉલમાં એક સિક્સર અને ૩ ફોર સાથે ૨૦ તથા જિમી વડગામા ૪ બૉલમાં એક સિક્સર સાથે અણનમ ૯ રન. સમીર શાહિદ ૧૬ રનમાં ૩ તથા આમિર પેટીવાલા ૬ રનમાં અને શોએબ હનીફ ૧૬ રનમાં એક-એક વિકેટ). ટાઇ બાદ સુપર ઓવરમાં ટૉસ જીતીને મેમણે પહેલાં બૅટિંગ કરતાં ૧૦ રન બનાવ્યા અને ગુર્જર સુતારે ચાર જ બૉલમાં ૧૧ રન ફટકારીને વિજય હાંસલ કરી લીધો.

મૅન મૅચ ગુર્જર સુતારનો રોહન ગજ્જર (૧૩ રનમાં એક વિકેટ અને ૧૧ બૉલમાં ૨૦ રન. સુપર ઓવરમાં ૧૦ રન)

ગુર્જર સુતારના રોહન ગજ્જરને મેમણ સમાજના અગ્રણી નાવેદ મીઠાઈવાલાના હસ્તે. તસવીર : સૈયદ સમીર અબેદી

મૅચ

રોહિદાસવંશી વઢિયારાનો શ્રીગોડ મેડતવાળ બ્રાહ્મણ સામે ૧૨૦ રનથી વિજય

રોહિદાસવંશી વઢિયારા (૧૦ ઓવરમાં ૪ વિકેટે ૧૬૪  રન – પ્રકાશ ગોહિલ ૧૮ બૉલમાં ૩ સિક્સર અને ૬ ફોર સાથે અણનમ ૫૩, રોશન સિંગલ ૧૯ બૉલમાં ચાર સિક્સર અને એક ફોર સાથે ૩૬, હરેશ ડોડિયા ૮ બૉલમાં બે ફોર સાથે ૧૪ અને પ્રવીણ સોલંકી ૧૨ બૉલમાં એક સિક્સર સાથે ૧૪ રન. વિશાલ ત્રિવેદી ૧૨ રનમાં બે તથા દીપેશ દીક્ષિત ૧૬ રનમાં અને રુષભ ત્રિવેદી ૧૯ રનમાં એક-એક વિકેટ)

શ્રીગોડ મેડતવાળ બ્રાહ્મણ (૮ ઓવરમાં ૪૪ રનમાં ઑલઆઉટ – પુનિત ત્રિવેદી ૬ બૉલમાં એક ફોર સાથે સાત, રાકેશ ત્રિવેદી ૬ બૉલમાં એક ફોર સાથે ૭ અને ચિરાગ દીક્ષિત ૯ બૉલમાં એક ફોર સાથે ૬ રન. પ્રવીણ સોલંકી એક પણ રન આપ્યા વિના, પ્રકાશ સોલંકી સાત રનમાં અને આયુષ મારુ ૮ રનમાં બે-બે વિકેટ તેમ જ પ્રકાશ ગોહિલ પાંચ રનમાં અને રમેશ ઢોળકિયા સાત રનમાં એક-એક વિકેટ)

મૅન ૅફ મૅચ રોહિદાસવંશી વઢિયારાનો પ્રકાશ ગોહિલ (૧૮ બૉલમાં અણનમ ૫૩ રન અને એક વિકેટ)

રોહિદાસવંશી વઢિયારાના પ્રકાશ ગોહિલને શ્રીગોડ મેડતવાળ બ્રાહ્મણ સમાજના અગ્રણી જયેશ ત્રિવેદીના હસ્તે.

મૅચ

સૌરાષ્ટ્ર લેઉવા પટેલનો લુહાર સુતાર સામે વિકેટે વિજય

લુહાર સુતાર (૧૦ ઓવરમાં ૬ વિકેટે ૭૬ રન – નિખિલ રાઠોડ ૧૬ બૉલમાં બે સિક્સર અને બે ફોર સાથે અણનમ ૨૯, તત્સત રાઠોડ ૧૪ બૉલમાં એક ફોર સાથે ૧૨ તથા મિહિર ડોડિયા ૧૧ બૉલમાં ૬ રન. ધ્રુવ વઘાસિયા ૧૧ રનમાં ૩ તથા હિતેશ ભાયાણી બે રનમાં અને અચ્યુત અણઘણ ૩ રનમાં એક-એક વિકેટ)

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ (૩.૫ ઓવરમાં બે વિકેટે ૭૮ રન – જય કિકાણી ૧૧ બૉલમાં પાંચ ફોર સાથે ૨૩, મહેશ હીરપરા ૮ બૉલમાં બે સિક્સર અને બે ફોર સાથે અણનમ ૨૨ તથા હિતેશ ભાયાણી પાંચ બૉલમાં એક સિક્સર સાથે ૬ રન. આદિત્ય મકવાણા ૧૬ રનમાં અને જય કવા ૧૯ રનમાં એક-એક વિકેટ)

મૅન ૅફ મૅચ સૌરાષ્ટ્ર લેઉવા પટેલનો ધ્રુવ વઘાસિયા (૧૧ રનમાં ૩ વિકેટ)

સૌરાષ્ટ્ર લેઉવા પટેલના ધ્રુવ વઘાસિયાને લુહાર સુતાર સમાજના અગ્રણી વિરલ પરમારના હસ્તે.

મૅચ

કચ્છી લોહાણાનો બારેસી દરજી સામે રનથી વિજય

કચ્છી લોહાણા (૯.૨ ઓવરમાં ૬૦ રનમાં ઑલઆઉટ – હાર્દિક ઠક્કર ૯ બૉલમાં બે સિક્સર અને એક ફોર સાથે ૨૨, હાર્દિક ઠક્કર ૧૩ બૉલમાં ૧૨ તથા વિશાલ રૂપારેલ ૧૧ બૉલમાં એક ફોર સાથે ૧૦ રન. દર્શન દરજી ૧૬ રનમાં ૩, પ્રથમ પરમાર ૧૦ રનમાં અને ભાવિન સોલંકી ૧૧ રનમાં બે-બે તેમ જ સની સોલંકી ૧૮ રનમાં એક વિકેટ)

બારેસી દરજી (૧૦ ઓવરમાં ૬ વિકેટે ૫૪ રન – સૌમ્ય દરજી ૧૮ બૉલમાં બે ફોર સાથે અણનમ ૨૧, અદિત ચૌહાણ ૧૫ બૉલમાં એક ફોર સાથે ૧૧ અને કુણાલ ૩ બૉલમાં બે ફોર સાથે ૮ રન. વિશાલ રૂપારેલ ૬ રનમાં અને શ્લોક પોપટ ૧૧ રનમાં બે-બે તેમ જ અવધ ઠક્કર પાંચ રનમાં અને જય સચદે ૧૨ રનમાં એક-એક વિકેટ)

મૅન ૅફ મૅચ : કચ્છી લોહાણાનો વિશાલ રૂપારેલ (૧૦ રન અને બે ઓવરમાં માત્ર ૬ રનમાં બે વિકેટ)

કચ્છી લોહાણાના વિશાલ રૂપારેલને બારેસી દરજી સમાજના અગ્રણીઓ જનક દરજી અને રાજીવ સોલંકીના હસ્તે.

પૉઇન્ટ પોઝિશન : ગ્રુપ-A

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

રનરેટ

A4

૧૨.૦૦

A1

૪.૧૦

A3

૧.૬૩

A2

-૧૨.૪૦

A1 કપોળ, A2 શ્રીગોડ મેડતવાળ બ્રાહ્મણ, A3 બનાસકાંઠા રૂખી,

A4 રોહિદાસવંશી વઢિયારા

 

પૉઇન્ટ પોઝિશન : ગ્રુપ-B

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

રનરેટ

B4

૧.૨૨

B1

૨.૨૯

B2

૦.૩૬

B3

-૪.૫૦

B1 ઘોઘારી લોહાણા, B2 ગુર્જર સુતાર, B3 નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ, B4 મેમણ

પૉઇન્ટ પોઝિશન : ગ્રુપ-C

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

રનરેટ

C3

૨.૦૧

C2

૧.૩૫

C1

-૦.૫૧

C1 કચ્છી લોહાણા, C2 બારેસી દરજી, C3 કચ્છી કડવા પાટીદાર

પૉઇન્ટ પોઝિશન : ગ્રુપ-F

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

રનરેટ

F2

૬.૭૦

F1

૧૨.૭૧

F4

-૫.૭૦

F3

-૮.૮૨

F1 સૌરાષ્ટ્ર લેઉવા પટેલ, F2 પરજિયા સોની, F3 લુહાર સુતાર, F4 મેઘવાળ

મૅચ-શેડ્યુલ

આજની મૅચ

સવારે .૦૦

વાગડ વીસા ઓસવાળ જૈન v/s કચ્છી વીસા ઓસવાળ જૈન

સવારે ૧૧.૦૦

અડાઆઠમ દરજી v/s કચ્છ-વાગડ લેઉવા પટેલ

બપોરે .૦૦

ગુર્જર સુતાર v/s નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ

બપોરે .૦૦

ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) v/s માહ્યાવંશી

આવતી કાલની મૅચ

સવારે .૦૦

વાગડ વીસા ઓસવાળ જૈન v/s માહ્યાવંશી

સવારે ૧૧.૦૦

હાલાઈ લોહાણા v/s અડાઆઠમ દરજી

બપોરે .૦૦

કપોળ v/s શ્રીગોડ મેડતવાલ બ્રાહ્મણ

બપોરે .૦૦

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ v/s મેઘવાળ

નોંધ : દરેક ટીમે પોતપોતાની મૅચના નિર્ધારિત સમયના એક કલાક પહેલાં મેદાનમાં હાજર થઈ જવું.

gujarati community news gujaratis of mumbai kutchi community cricket news test cricket sports news sports mid day decodes