એક જ ફ્રેમમાં ICCના ૧૦૦થી વધુ સભ્ય દેશોના પ્રતિનિધિઓ

29 July, 2025 06:59 AM IST  |  Singapore | Gujarati Mid-day Correspondent

સમેલનમાં શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર મહેલા જયવર્ધને અને ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન રાહુલ દ્રવિડે પૅનલની ચર્ચામાં હાજરી આપી હતી.

સિંગાપોરમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના વાર્ષિક સંમેલનમાં ૧૦૦થી વધુ સભ્ય દેશના ક્રિકેટ બોર્ડના પ્રતિનિધિઓએ હાજરી આપી

ગયા અઠવાડિયે સિંગાપોરમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના વાર્ષિક સંમેલનમાં ૧૦૦થી વધુ સભ્ય દેશના ક્રિકેટ બોર્ડના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. ગઈ કાલે  ICCએ આ સંમેલનના ફોટો શૅર કર્યા હતા જેમાં ICC ચૅરમૅન જય શાહ, ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી IPL ચૅરમૅન અરુણ ધુમલ સહિત અલગ-અલગ દેશના પ્રતિનિધિઓ એક ફ્રેમમાં જોવા મળ્યા હતા.

ICCમાં ૧૨ ફુલ મેમ્બર ટીમ (ટેસ્ટ રમતા દેશ) અને ૯૮ અસોસિએટ દેશ સહિત કુલ ૧૧૦ ક્રિકેટ બોર્ડ સભ્ય છે. આ સમેલનમાં શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર મહેલા જયવર્ધને અને ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન રાહુલ દ્રવિડે પૅનલની ચર્ચામાં હાજરી આપી હતી.

international cricket council india england rahul dravid jay shah singapore mahela jayawardene board of control for cricket in india cricket news sports news sports