22 July, 2025 01:45 PM IST | Vadodara | Gujarati Mid-day Correspondent
વડોદરામાં RCBની જર્સીમાં ગણપતિબાપ્પા, હાથમાં IPLની ટ્રોફી
વડોદરામાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટ્રોફીની થીમ પર આધારિત ગણપતિબાપ્પાની મૂર્તિએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. રવિવારે આ મૂર્તિ પંડાલમાં લઈ જવામાં આવી રહી હતી ત્યારે જોવા મળ્યું કે બાપ્પાએ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (RCB)ની જર્સી પહેરી છે અને તેમના હાથમાં IPLની ટ્રોફી પકડી રાખી છે. વડોદરાના ગોરવાના રાજા દ્વારા આયોજિત આગમન શોભાયાત્રામાં સ્થાનિક લોકો અને ભક્તો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. આ વર્ષે IPL ટુર્નામેન્ટના ૧૮ વર્ષના ઇતિહાસમાં RCBએ પહેલી વાર ટ્રોફી જીતી લીધી હતી. આ જીતની ઉજવણી કરવા વડોદરાના ગોરવાના રાજા પંડાલે RCBની જર્સીમાં ટ્રોફી પકડીને બાપ્પાનો એક અભૂતપૂર્વ અવતાર રજૂ કર્યો છે.