29 January, 2025 11:56 AM IST | Kedarnath | Gujarati Mid-day Correspondent
ગંગોત્રી ધામ અને યમુનોત્રી ધામ
આ વર્ષે ચારધામ યાત્રાનો શુભારંભ ૩૦ એપ્રિલે થશે. ધાર્મિક પરંપરા અનુસાર અક્ષયતૃતીયાના દિવસે ગંગોત્રી ધામ અને યમુનોત્રી ધામનાં કપાટ ખૂલવાની સાથે ચારધામ યાત્રાનો પ્રારંભ થાય છે. એ પહેલાં બીજી ફેબ્રુઆરીએ વસંત પંચમી પર બદરીનાથ ધામનાં તથા ૨૬ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ પર પંચાંગ ગણના પછી કેદારનાથ ધામનાં કપાટ ખોલવાની તિથિ જાહેર કરવામાં આવશે.