પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા મીરા-ભાઈંદરમાં આજથી સૂર્યા ડૅમ પ્રોજેક્ટમાંથી પાણીપુરવઠો શરૂ થશે

11 June, 2024 11:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૂર્યા ડૅમ પ્રોજેક્ટમાંથી ૧૦ MLD પાણી આપી શકાય એમ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મીરા રોડ અને ભાઈંદરમાં અત્યારની વસ્તી મુજબ અહીં દરરોજ ૧૨૫ મિલ્યન લીટર પર ડે (MLD) પાણીની જરૂરિયાત છે એની સામે ૧૧૫ MLD પાણી જ મળી રહ્યું છે એટલે કાયમ પાણીની મુશ્કેલી રહે છે. સૂર્યા ડૅમ પ્રોજેક્ટમાં મીરા-ભાઈંદર માટે ૧૨૦ MLD પાણી મંજૂર કરી દેવામાં આવ્યું છે, પરંતુ કેટલુંક કામ બાકી છે એ પૂરું થતાં ચારથી પાંચ મહિના લાગશે. પાણીની સમસ્યા વિશે શિવસેનાના સ્થાનિક વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે ગઈ કાલે ઉદ્યોગપ્રધાન ઉદય સામંતની મુલાકાત લીધી હતી અને તેમને મીરા-ભાઈંદરને વધુ પાણી આપવાની રજૂઆત કરી હતી. સૂર્યા ડૅમ પ્રોજેક્ટમાંથી ૧૦ MLD પાણી આપી શકાય એમ છે એટલે ઉદ્યોગપ્રધાને આજથી પાંચ MLD અને થોડા સમય બાદ વધુ પાંચ MLD પાણી આપવાના નિર્દેશ સંબંધિત અધિકારીઓને 
આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આથી કેટલેક અંશે પાણીની સમસ્યામાં મીરા-ભાઈંદરના રહેવાસીઓને રાહત મળશે.

mumbai news mumbai mira road mira bhayandar municipal corporation Water Cut mumbai water levels