સીપ્ઝ, એમઆઇડીસી, એલબીએસ રોડ, બાંદરા ટર્મિનસ, કુર્લા, અંધેરી-ઈસ્ટ, માટુંગા-સાયનમાં આજે પાણી નહીં આવે

06 February, 2025 01:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ ઉપરાંત થાણે એમઆઇડીસીમાં પણ પાણીની પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં પાણીપુરવઠો કરવામાં આવે છે એ ૨૪૦૦ મિલીમીટર વ્યાસની પાઇપલાઇનને રિપેર કરવા માટે ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના પાણીપુરવઠા વિભાગે બંધ કરી દીધી હતી. આથી આજે સાંજે પાંચ વાગ્યા સુધી એલબીએસ રોડ પર આવેલા કુર્લા, બાંદરા ટર્મિનસ, ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ રોડ, સીપ્ઝ, એમઆઇડીસી સહિત ભાંડુપ, અંધેરી-ઈસ્ટ, બાંદરા-ઈસ્ટ તેમ જ સાયન અને માટુંગામાં પાણી નહીં આવે.

મુંબઈ ઉપરાંત થાણે એમઆઇડીસીમાં પણ પાણીની પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે એટલે થાણેના કલવા, મુમ્બ્રા અને દિવા સહિત મીરા-ભાઈંદરમાં પણ આજે પાણીપુરવઠો બંધ રહેશે. પાણી સપ્લાય કરવામાં નહીં આવે એટલે સુધરાઈએ લોકોએ પાણી સાચવીને વાપરવાની સલાહ આપી છે.

mumbai news mumbai Water Cut mumbai water levels brihanmumbai municipal corporation