04 December, 2024 01:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ કુન્દ્રા
પૉર્ન ફિલ્મ બનાવવાના કેસમાં પકડાયેલા બૉલીવુડની ઍક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને એ જ કેસમાં થયેલા મની લૉન્ડરિંગ બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. હાલ રાજ કુન્દ્રા જામીન પર હોવાથી EDએ તેને પૂછપરછ કરવા સોમવારે સમન્સ મોકલીને હાજર થવા કહ્યું હતું. જોકે રાજ કુન્દ્રાએ હાજર થવાને બદલે થોડો સમય માગ્યો હતો. આ જ કારણસર EDએ હવે તેને ફરી સમન્સ મોકલાવ્યો છે અને આજે પૂછપરછ માટે હાજર રહેવા જણાવ્યું છે.
હાલમાં જ EDએ મની લૉન્ડરિંગ કેસની તપાસ અંતર્ગત રાજ કુન્દ્રાની મુંબઈ સહિત ઉત્તર પ્રદેશની કુલ ૧૫ જગ્યાએ રેઇડ પાડી હતી. એ કાર્યવાહીમાં રાજ કુન્દ્રાનાં કેટલાંક બૅન્ક-અકાઉન્ટ ફ્રીઝ કરી દેવાયાં છે અને અનેક સાઇબર ડિજિટલ ડિવાઇસ પણ સીઝ કરવામાં આવ્યાં છે. આ જ કેસ સાથે જોડાયેલી અભિનેત્રી ગહના વસિષ્ઠને પણ EDએ ૯ ડિસેમ્બરે પૂછપરછ માટે બોલાવી છે.