29 December, 2024 01:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
નવા વર્ષની ઉજવણી માટે હજારોની સંખ્યામાં મુંબઈગરા ઘરની બહાર નીકળતા હોવાથી સેન્ટ્રલ રેલવેએ કેટલાંક મહત્ત્વનાં સ્ટેશનો પર ભીડને મૅનેજ કરવા અને ભીડ બહુ ન થાય એ માટે થોડા દિવસ માટે પ્લૅટફૉર્મ ટિકિટ ઇશ્યુ ન કરવાનો નિર્ણય લીધો છે. લોકલ ટ્રેનોનાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર, લોકમાન્ય તિલક ટર્મિનસ, થાણે, કલ્યાણ અને પનવેલ સ્ટેશન પર ૨૯ ડિસેમ્બરની મધરાતે ૧૨ વાગ્યાથી બીજી જાન્યુઆરી મધરાત ૧૨ વાગ્યા સુધી પ્લૅટફૉર્મ ટિકિટ નહીં મળે.