✕

આ ફૅમિલી ખાસ બ્રિટનથી મુંબઈ આવી છે નોરતાં માટે

18 October, 2026 08:09 AM IST  |  Mumbai | Darshini Vashi

નવરાત્રિ બરાબર જામી છે ત્યારે ગરબાપ્રેમની ચરમસીમા જુઓ: નિયમ પ્રમાણે સ્ટુડન્ટ સ્કૂલમાં વધુ રજા લે તો પાઉન્ડમાં પેનલ્ટી ચૂકવવી પડે છે અને એ છતાં પેનલ્ટી ચૂકવીને પોતાના દીકરા અને હસબન્ડ સાથે ગરબા રમવા આવ્યાં છે કામિની ઠક્કર મહેતા

કામિની ઠક્કર મહેતા મુંબઈના ગરબા ગ્રાઉન્ડમાં પતિ ગૌરવ અને પુત્ર દર્શ સાથે.

ગરબા માટે લોકોનો ક્રેઝ કેવો છે એ તો આપણે રોજેરોજ જોઈ રહ્યા છીએ. ભારતની બહાર પણ ગરબાના ક્રેઝના ક્રેઝી કરી મૂકે એવા કિસ્સા સાંભળવા મળી રહ્યા છે. મૂળ મુંબઈનાં પરંતુ વ્યવસાય અર્થે બ્રિટનના બ્રિસ્ટલમાં સ્થાયી થયેલાં કામિની ઠક્કર મહેતા અને તેમની ફૅમિલી ખાસ નવરાત્રિ અટેન્ડ કરવા માટે મુંબઈ આવ્યાં છે. એટલું જ નહીં, તેમનો દીકરો ત્યાંની સ્કૂલમાં ભણે છે અને ત્યાંની સ્કૂલોના નિયમ પ્રમાણે બાળક વધુ રજા લે તો તેણે પાઉન્ડમાં પેનલ્ટી ભરવી પડે છે એમ છતાં તેઓ પેનલ્ટી ચૂકવીને નવરાત્રિ માટે મુંબઈ આવ્યાં છે.

 ગરબે ઘૂમવા માટે અમે અમારાં ચણિયાચોળી અને અન્ય આભૂષણો પણ મુંબઈમાં જ તૈયાર કરાવ્યાં છે જેને બનાવવાનો ઑર્ડર અમે એક મહિના પહેલાં જ મુંબઈમાં આપી દીધો હતો. એટલે અમે અહીં આવ્યાં ત્યારે અમારી બધી વસ્તુ રેડી હતી.- કામિની ઠક્કર મહેતા

mumbai news mumbai navratri gujaratis of mumbai gujarati community news great britain festivals