22 April, 2025 10:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કચ્છી ઍડ્વોકેટ્સ વેલ્ફેર અસોસિએશન (KAWA) દ્વારા રવિવાર, ૨૭ એપ્રિલે સવારે પાઘડીની ઇમારતોનો પુનર્વિકાસ, ખાસ કરીને જે જર્જરિત અથવા જોખમી હાલતમાં છે એ વિશે લોકોને માર્ગદર્શન આપવામાં મુલુંડમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઍડ્વોકેટ અનિલ ગાલા ‘પાઘડીની ઇમારતોના પુનર્નિર્માણ/પુનર્વિકાસ’; ઍડ્વોકેટ પીયૂષ શાહ ‘હાઉસિંગ સોસાયટી ઇમારતોનો પુનર્વિકાસ’; ઍડ્વોકેટ નીલ ગાલા ‘BMC દ્વારા ખોટી રીતે ખતરનાક જાહેર કરાયેલી ઇમારતોના પુનર્નિર્માણ/પુનર્વિકાસ. BMC કાયદાની કલમ 353B અને 354 હેઠળ BMC દ્વારા યોગ્ય રીતે ખતરનાક જાહેર કરાયેલી અને તોડી પાડવામાં આવેલી ઇમારતોના પુનર્નિર્માણ/પુનર્વિકાસ’ તેમ જ ઍડ્વોકેટ જયમ શાહ ‘મ્હાડા NOC, કાયમી વૈકલ્પિક રહેઠાણ કરાર, વિકાસ કરાર અને આનુષંગિક દસ્તાવેજો પહેલાં MOUની વાટાઘાટો અને મુસદ્દો તૈયાર કરવો’ વિષયો પર માગદર્શન આપશે. લોકોના પ્રશ્નોના જવાબો વિશેષજ્ઞો ઍડ્વોકેટ રાજેશ છેડા, ઍડ્વોકેટ યોગેશ રાજગોર, ઍડ્વોકેટ ચેરિન લાપશિયા તથા ઍડ્વોકેટ વિનોદ શાહ આપશે. ચર્ચા ગુજરાતી અને હિન્દીમાં થશે. સેમિનાર સવારે ૧૦ વાગ્યે ચા-કૉફી બાદ ૧૦.૩૦ વાગ્યે શરૂ થશે. સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે હીરાલાલ મૃગ, નીતિન પાંધી અને બ્રહ્માકુમારી ગોદાવરી દીદી ઉપસ્થિત રહેશે. રજિસ્ટ્રેશન માટે કિંજલ મહેતાનો 83692 87841 નંબર પર સંપર્ક કરવો. સ્થળ : જીવરાજ ભાણજી હૉલ, અશોક નગર, મુલુંડ (વેસ્ટ).