એ​લ્ફિન્સ્ટન બ્રિજ બંધ રાખવાનો નિર્ણય મુલતવી

11 April, 2025 07:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રભાદેવીના રહેવાસીઓનું કહેવું છે કે આ બ્રિજ બંધ થવાથી જે લોકો પગપાળા જતા હોય તેઓ પરેલ અથવા પ્રભાદેવીનો રેલવે-બ્રિજ ચડીને ઈસ્ટથી વેસ્ટમાં જઈ શકશે

તસવીર : સમીર સૈયદ અબેદી

વરલી–શિવડી એલિવેટેડ કનેક્ટર માટે એલ્ફિન્સ્ટન બ્રિજ બે વર્ષ માટે ગઈ કાલથી બંધ થવાનો હતો, પણ અત્યારે ટ્રૅફિક-પોલીસે એ બંધ નથી કર્યો. એ ક્યારે બંધ કરવો એ વિશે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

ડેપ્યુટી કમિશનર (ટ્રૅફિક) પ્રદીપ ચવાણે કહ્યું છે કે ‘અમે બ્રિજ બંધ કરતાં પહેલાં લોકોનાં સૂચન અને વાંધાવચકા મગાવ્યાં છે. લોકોના પ્રતિભાવ જાણ્યા બાદ આવતા અઠવાડિયે અમે નિર્ણય લઈ શકીશું એવી અમને આશા છે. લોકો અમને addlcp.traffic@mahapolice.gov.in પર પણ સૂચનો અને વાંધાવચકા મોકલાવી શકે છે.’

પ્રભાદેવીના રહેવાસીઓનું કહેવું છે કે આ બ્રિજ બંધ થવાથી જે લોકો પગપાળા જતા હોય તેઓ પરેલ અથવા પ્રભાદેવીનો રેલવે-બ્રિજ ચડીને ઈસ્ટથી વેસ્ટમાં જઈ શકશે, જે મુશ્કેલી છે એ વાહનચાલકો માટે છે.

elphinstone road mumbai traffic worli prabhadevi parel brihanmumbai municipal corporation mumbai news mumbai news