શ્રાવણમાં તુંગારેશ્વર દર્શન કરવા જનારા શ્રદ્ધાળુઓની પ્રવેશ-ફી માફ

28 July, 2024 07:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આખા મુંબઈમાંથી શ્રાવણ મહિના દરમ્યાન અહીં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે.

તુંગારેશ્વર

વસઈના તુંગારેશ્વર પર્વત પર દર્શન કરવા આવતા ભક્તો પાસેથી વનવિભાગ દ્વારા પ્રવેશ-ફી વસૂલ કરવામાં આવે છે. આખા મુંબઈમાંથી શ્રાવણ મહિના દરમ્યાન અહીં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. આ ભક્તોને પ્રવેશ-ફી માફ કરવામાં આવશે એને કારણે મોટી રાહત મળી છે.

વસઈ તાલુકાના ઈસ્ટ ભાગમાં તુંગારેશ્વર પર્વત આવેલો છે. આ પર્વત પર તુંગારેશ્વર મંદિર આવેલું છે. આ સ્થળે દરરોજ મોટી સંખ્યામાં શંકર મહાદેવના ભક્તો દર્શન કરવા આવતા હોય છે. તુંગારેશ્વર આવતા ભક્તો અને પર્યટકો તરફથી અભયારણ્યના નામ હેઠળ વનવિભાગ દ્વારા ૬૪ રૂપિયાની એન્ટ્રી-ફી લેવામાં આવે છે. શંકર મહાદેવનું મંદિર હોવાથી અહીં શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ થતી હોય છે. 

mumbai news mumbai vasai religious places savan culture news