Dadasaheb Phalke Awardના નામે છેતરપિંડી, બાપ-બેટા સામે મુંબઈ પોલીસે નોંધ્યો ગુનો

07 February, 2025 08:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Dadasaheb Phalke Award: ઘણા દિગ્ગજોને છેલ્લા આઠ વર્ષમાં આ સંસ્થાનાં નામે આ બનાવટી એવોર્ડ ચોંટાડી દેવામાં આવ્યા છે.

મુંબઈ પોલીસની ફાઇલ તસવીર

લગભગ આઠેક વર્ષ પહેલા `દાદાસાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ`ના (Dadasaheb Phalke Award) નામે એક સંસ્થા ખોલવામાં આવી હતી. આ સંસ્થા મુખ્યત્વે મનોરંજન ક્ષેત્રનાં દિગ્ગજોને એવોર્ડ આપતી હતી. જોકે, આ રીતે એવોર્ડ આપવાના નામે મોટી છેતરપિંડી થઈ રહી હોવાની વાત સામે આવી છે. વળી, ઘણા દિગ્ગજોને છેલ્લા આઠ વર્ષમાં આ સંસ્થાનાં નામે આ બનાવટી એવોર્ડ ચોંટાડી દેવામાં આવ્યા છે. 

હવે જ્યારે આ કંપનીનું કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે કંપનીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર અનિલ મિશ્રા અને તેમના પુત્ર અભિષેક મિશ્રા સામે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ પણ ફાઇલ કરવામાં આવ્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર આ જે મહોત્સવ (Dadasaheb Phalke Award) કરવામાં આવ છે તેની માટે એક કપલ માટે કેટલા રૂપિયા ઉઘરાવવામાં આવે છે, ખબર છે? અરે, ૨.૫૦ લાખ! હા, અને એ પણ ઓનલાઈન એપ દ્વારા ટિકિટનું વેચાણ કરવામાં આવે છે. 

વર્ષ 2016થી તેઓએ આ બોગસ મહોત્સવને નામે ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારીઓના નકલી પત્રો અને ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરતી વખતે સ્થાપિત કંપનીઓ અને વિવિધ રાજ્ય સરકારો પાસેથી સ્પોન્સરશિપ મેળવી હોવાનું કહેવાય છે. આરોપીઓએ આ પુરસ્કાર મહોત્સવમાં આપતા એવોર્ડને  `સરકારી પુરસ્કાર` તરીકે પણ ગણાવ્યો હતો. અને આમાં અનેક ફિલ્મી હસ્તીઓને ભાગ લેવા દબાણ કરવામાં આવ્યું હતું.

હવે આ આખા પ્રકરણમાં બીજેપીના ફિલ્મ યુનિટના પ્રદેશ પ્રમુખ સમીર દીક્ષિતની ફરિયાદને આધારે પોલીસે અનિલ મિશ્રા અને તેમના પુત્ર મનીષ મિશ્રા સામે કેસ દાખલ કર્યો છે.

આવો, આ આખું કોકડું સમજવાનો પ્રયત્ન કરીએ. દાદાસાહેબ ફાળકે (Dadasaheb Phalke Award) ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સનું આયોજન 19 અને 20 ફેબ્રુઆરી, 2025ના રોજ હોટલ તાજ લેન્ડ્સ એન્ડ, બાંદ્રા વેસ્ટ ખાતે કરવામાં આવનાર હતો. જેમાં અનિલ મિશ્રા અને તેમની પત્ની પાર્વતી મિશ્રા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો પદભાર સંભાળી રહ્યાં હતાં. આ જ કંપનીએ 30 મે, 2024 ના રોજ બાંદ્રા પોલીસ સ્ટેશનમાંથી પરમીશન લઈ, બાંદ્રા પૂર્વમાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની ઓફિસમાંથી પણ મંજૂરી લીધી હતી. તેટલું જ નહીં આ કંપની દ્વારા બાંદ્રા ટ્રાફિક વિભાગ પાસેથી નો-ઓબ્જેક્શન સુદ્ધાં મેળવવામાં આવ્યું હતું. 10 જૂન, 2024ના રોજ થિયેટર એક્સપેરિમેન્ટ સુપરવાઇઝર બોર્ડ પાસેથી લાઇસન્સ પણ.  આ રીતે અનેક ઠેકાણેથી પરવાનગીઓ લઈ લઈને મિશ્રાએ વેબસાઇટ દ્વારા ઈન્ટરનેટ પર આ પુરસ્કાર સમારોહની પબ્લિસિટી સ્ટાર્ટ કરી હતી. 

પણ આ સમગ્ર મામલે હવે ફરિયાદીએ ઉઘાડો કર્યો છે. આ જે પુરસ્કાર મહોત્સવ (Dadasaheb Phalke Award) છે તે કેન્દ્ર સરકારનો હોવાનું કહી અનેક કંપનીઓ, વિવિધ રાજ્યોના પ્રવાસન વિભાગ, બેંકો, વીમા એજન્સીઓ તરફથી સ્પોન્સરશિપ મેળવવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. એટલું જ નહીં આ લોકોએ  વધારે નફો મેળવવા માટે BookMyShow પર એક કપલ માટે 2.5 લાખ રૂપિયાની ફી પણ રાખી હતી. આમ, નાગરિકો અને સરકાર સાથે કરોડોમાં છેતરપિંડી થઈ હોવાના આરોપ મૂકવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે આરોપી અનિલ મિશ્રાએ ખોટા અને બોગસ ઈરાદા સાથે કન્સલ્ટન્ટેટિવ કમિટીના સભ્ય તરીકે પણ પોતાની ગણના કરાવી હતી.

કહેવાય છે કે મિશ્રાનો પુત્ર અભિષેક મિશ્રા પણ આ કેસમાં આરોપી છે. અત્યારે પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) અને 319(2) હેઠળ એફઆઈઆરની નોંધણી કરવામાં આવી છે. અને કેસની વધુ તપાસ ચાલી રહી છે.

mumbai news mumbai mumbai crime news Crime News dadasaheb phalke award bollywood events bharatiya janata party bandra