બૂસ્ટર પમ્પ કે મોટર બેસાડીને પાણી ચોર્યું છે તો આવી બનશે

17 May, 2026 08:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૦ ટકા પાણીકાપ છે ત્યારે મુંબઈગરાઓ ચાલાકી ન કરે એ માટે BMC સજ્જ

પ્રતીકાત્મક તસવીર

BMC દ્વારા ૧૦ ટકા પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે ત્યારે પાણીની અછત પૂરી કરવા માટે મુંબઈગરા ગેરકાયદે બૂસ્ટર પમ્પ કે ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ ન કરે એ માટે BMCએ પૂરી તૈયારી કરી રાખી છે. 

ગેરકાયદે બૂસ્ટર પમ્પ કે ઇલેક્ટ્રિક મોટર દ્વારા પાણી ‘ચોરનારાઓ’ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના BMCના અધિકારીઓને ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગરે આપી છે. સૂચના મુજબ ગેરકાયદે પાણી મેળવનારાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે. પાણીની ચોરીનું પ્રમાણ વધી રહ્યું હોવાથી આકરાં પગલાં લેવા ઉપરાંત BMC બૂસ્ટર પમ્પ અને મોટર પણ જપ્ત કરશે. 

એ ઉપરાંત અધિકારીઓને કયા વિસ્તારોમાં પાણીની વધુ સમસ્યા થઈ શકે છે અને સમસ્યા વધુ વિકટ ન બને એ માટે શું કરી શકાય એ માટે યોજના તૈયાર કરવાનું પણ અભિજિત બાંગરે જણાવ્યું હતું.  ઊંચાઈએ આવેલા વિસ્તારો સુધી પાણી પહોંચાડવામાં સમસ્યા આવી શકે એવી શક્યતા હોવાથી એ માટેનો ઍક્શન પ્લાન તૈયાર કરવાની સૂચના પણ અભિજિત બાંગરે આપી છે. 

ઍરપોર્ટ પરથી નશાનો જંગી જથ્થો જપ્ત

ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ મુંબઈ ઍરપોર્ટ પર બે જુદી-જુદી કાર્યવાહીમાં કુલ ૧૩.૨૯ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. પહેલી કાર્યવાહીમાં ઍડિસ અબાબાથી આવેલી એક મહિલા પૅસેન્જર પાસેથી ૭.૮૭ કરોડ રૂપિયાનું ૧૫૭૫ કિલો લિક્વિડ કોકેન જપ્ત કર્યું હતું. અન્ય ઑપરેશનમાં એક આફ્રિકન પૅસેન્જર પાસેથી ૫.૪૨ કરોડ રૂપિયાની ૭૦ કોકેન કૅપ્સ્યુલ જપ્ત કરી હતી, જેનું વજન ૧.૦૮૪ કિલો હતું. 

mumbai news mumbai brihanmumbai municipal corporation Water Cut mumbai water levels