14 October, 2025 06:29 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
ગુજરાતના સુરતમાં એક શાળાના આચાર્યને નૉન-વેજ પાર્ટીનું આયોજન મોંઘુ પડ્યું છે. પ્રિન્સિપાલે શાળાના મેનુમાં માંસાહારી ખોરાકનો સમાવેશ કર્યો હતો, જેના કારણે વિવાદ થયો હતો. આ પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. વિવાદ અવધિ જતાં આ મામલે આચાર્યને પરવાનગી વિના કૅમ્પસમાં માંસાહારી પાર્ટીનું આયોજન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે આચાર્યને પણ વિભાગીય તપાસનો સામનો કરવો પડશે. ગોધરા વિસ્તારની પ્રાથમિક શાળા નંબર 342 ના કૅમ્પસમાં રીયુનિયન કાર્યક્રમ દરમિયાન લોકોને ચિકન અને મટનની વાનગીઓ ખાતા દર્શાવતો એક વીડિયો રવિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ ફાટી નીકળ્યો હતો. આ કાર્યક્રમ રવિવારે બપોરે બન્યો હતો. શાળાના મુખ્ય દરવાજા પર તેલુગુ ભાષાના બૅનરમાં પણ લાગેલા હતા અને તે 1987 થી 1991 દરમિયાન શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે રીયુનિયન હતું હોવાની માહિતી મળી હતી.
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ ગયો અને વિરોધ પ્રદર્શનો શરૂ થયા, સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન (SMC) પ્રાથમિક શિક્ષણ સમિતિ (PEC), જે શાળાનું સંચાલન કરે છે, એ રવિવારે સાંજે તપાસ શરૂ કરી હતી. તપાસના આધારે, PEC એ સોમવારે શાળાના આચાર્ય પ્રભાકર એલિગાટિનને સસ્પેન્ડ કર્યા. સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે, "આ ખરેખર નિંદનીય કૃત્ય છે, કારણ કે કાર્યક્રમ દરમિયાન લોકોને માંસાહારી ખોરાક પીરસવામાં આવ્યો હતો. શાળાની અંદર કાર્યક્રમ યોજવા માટે અધિકારીઓ પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી." તેમણે ઉમેર્યું હતું કે, "અમારી છબી ખરાબ કરવા બદલ અમે શાળાના આચાર્યને સસ્પેન્ડ કર્યા છે. તેમની સામે વિભાગીય તપાસ પણ શરૂ કરવામાં આવશે." જ્યારે લોકોની નૉન-વેજ પાર્ટી દરમિયાન શાળામાં રહેલી મા સરસ્વતીની મુર્તિ પણ ઢંકાયેલી જોવા મળી હતી.
પોતાના બચાવમાં, આચાર્ય એલિગાટિને દાવો કર્યો હતો કે માંસાહારી ખોરાક શાળાની બહારથી લાવવામાં આવ્યો હતો અને જ્યારે તે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પીરસવામાં આવ્યો ત્યારે તેઓ હાજર નહોતા. સસ્પેન્ડ કરાયેલ આચાર્યએ કહ્યું હતું કે, "તે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે પુનઃમિલન કાર્યક્રમ હતો, અને તેમાંના ઘણા તેમના બાળકો સાથે વિદેશથી આવ્યા હતા. અમે આ કાર્યક્રમ ફાર્મહાઉસમાં યોજવાનું આયોજન કર્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ તે રદ કરવામાં આવ્યું હતું." એલિગાટિને ઉમેર્યું હતું કે, "તે પછી, રવિવારે શાળાની પાછળ પુનઃમિલન જેવો કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા માંસાહારી વસ્તુઓ લાવવામાં આવી હતી. હું તે સમયે હાજર નહોતો." આ વિવાદે લોકોના મત પણ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. જેમાં કેટલાક લોકો શાળા જેવી પવિત્ર જગ્યાએ નૉન-વેજનો વિરોધ કરી રહ્યા છે. જોકે કેટલાક આ કાર્યક્રમમાં નૉન-વેજ ખવડાવનર કે ખાનારંએ કોઈ વાંધો નથી તો આ ખોટો વિવાદ અને કર્યા કાર્યવાહી કેમ તેવો પ્રશ્ન કરી રહ્યા છે.