ભારતની નારીશક્તિએ સંભાળી લીધી છે દેશના વિકાસની બાગડોર

09 March, 2025 03:01 PM IST  |  Navsari | Gujarati Mid-day Correspondent

લખપતિ દીદી સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી, જેમાં ઘણી મહિલાઓ સાફો પહેરીને આવી હતી.

નરેન્દ્ર મોદી

માદરે વતન ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિને દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ગામે યોજાયેલા લખપતિ દીદી સંમેલનમાં લખપતિ દીદીઓને સન્માનિત કરીને કહ્યું હતું કે ‘વાર્ષિક એક લાખ રૂપિયા કે એથી વધુની આવક સાથે મહિલાઓ ઉદ્યોગસાહસિક બની છે અને વિકાસમાં ભાગીદાર બની છે. ભારતની નારીશક્તિએ દેશના વિકાસની બાગડોર સંભાળી લીધી છે પરિણામે વિકસિત ભારત @૨૦૪૭નો સંકલ્પ પૂર્ણ થઈને જ રહેશે.’      
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી. આર. પાટીલ અને ગુજરાત સરકારના પ્રધાન મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલા લખપતિ દીદી સંમેલનમાં નરેન્દ્ર મોદીએ રાજ્યના પચીસ હજારથી વધુ સ્વસહાય જૂથોની અઢી લાખથી વધુ મહિલાઓને ૪૫૦ કરોડ રૂપિયાની સહાય અર્પણ કરી હતી. લખપતિ દીદી સંમેલનમાં નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતાં કહ્યું હતું કે પ્રયાગરાજના પવિત્ર મહાકુંભમાં મા ગંગાના આશીર્વાદ મળ્યા અને હવે નવસારીમાં માતૃશક્તિના મહાકુંભમાં લાખો લખપતિ દીદીઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા, આ અવસર જીવનની ગૌરવભરી ક્ષણ છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીને તેમના ફોટો સાથેની કચ્છી મડવર્ક ફ્રેમ આપીને સ્વાગત કર્યું હતું. એ મડવર્ક ફ્રેમ કચ્છના ભુજ તાલુકાના ભારાપર ગામના સિમરન સખી મંડળની બહેનોએ બનાવી હતી.

લખપતિ દીદી સંમેલનમાં મહિલા પોલીસ-અધિકારીઓ અને કર્મચારીઓએ સુરક્ષા સંભાળી હતી.

લખપતિ દીદી સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી, જેમાં ઘણી મહિલાઓ સાફો પહેરીને આવી હતી.

લખપતિ દીદી સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી, જેમાં ઘણી મહિલાઓ સાફો પહેરીને આવી હતી.

લખપતિ દીદી સંમેલનમાં મહિલા પોલીસ-અધિકારી, કર્મચારીઓ સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહી છે એ જાણીને મહિલા પોલીસ-કર્મચારીઓને નરેન્દ્ર મોદીએ બિરદાવ્યાં હતાં.

નરેન્દ્ર મોદી બીજું શું-શું બોલ્યા?

narendra modi gujarat news gujarat gujarat government bharatiya janata party navsari