24 March, 2024 11:00 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
હોળી-ધુળેટીના આ પર્વ પર પગપાળા ડાકોર જવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે
‘ડાકોરના ઠાકોર’ના ‘જય રણછોડ, માખણચોર, મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે...’ના ગગનભેદી નારા ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં અને ડાકોર જતા માર્ગો પર ગાજી ઊઠ્યા છે. હોળી-ધુળેટીના આ પર્વ પર પગપાળા ડાકોર જવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે ત્યારે આજે પણ લાખ્ખો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને ડાકોર પહોંચ્યા હતા. એક અંદાજ મુજબ ગઈ કાલે સાંજ સુધીમાં મંદિરમાં દોઢ લાખથી વધુ ભાવિકોએ દર્શન કર્યાં હતાં. મંદિરમાં ભગવાન રણછોડરાયજીનાં દર્શન કરીને ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી. ગઈ કાલે ચોથો શનિવાર, આજે રવિવારની રજા હતી, જ્યારે આવતી કાલે સોમવારે ધુળેટી પર્વની રજા આવતાં ડાકોરમાં ભગવાન રણછોડરાયજીનાં દર્શન માટે મંદિરમાં ભક્તો ઊમટ્યા છે. સોમવારે ધુળેટીના દિવસે મંદિરમાં ફૂલડોલોત્સવ ઊજવાશે. ત્યાર બાદ પ્રભુની નજર ઉતારવાની વિધિ થશે. દરવાજે લાખ્ખો ભક્તજનો પહોંચ્યા પદયાત્રા કરીને