ભારતીય સંસ્કૃતિ એક અનોખી સંસ્કૃતિ છે અને તેમાં એટલી બધી વિવિધતા છે કે તે વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતી નથી. વળી પહેલેથી જ ઇશ્વરમાં આસ્થા રાખતા નાગરીકોનો એક બહોળો સમુદાય છે અને કહેવાય છે કે ભગવાન માણસને ભૂખ્યો જગાડે છે પરંતુ ભુખ્યો સુવાડતો નથી. અલખના ઓટલે બધુ જ મળી રહે છે. આથી જ તમે કોઇપણ મંદિરે દર્શન કરવા જાવ ત્યારે ત્યાં ભોજન અને પ્રસાદની વ્યવસ્થા હોય છે. ભોજન નહિ તો પ્રસાદ તો હોય જ છે. ખાસ કરીને કોઇપણ ધર્મના તિર્થસ્થાનો હોય ત્યાં ભોજન પ્રસાદની વ્યવસ્થા હોય જ છે. તો ચાલો આજે આપણે ગુજરાતમાં અને તેની બહાર આવેલા આવેલા ધાર્મિક સ્થાનોમાં મળતા ભોજન અને પ્રસાદની વાતો કરીશું.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મિડીયા સ્ટ્રેટેજીસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)
11 November, 2022 06:05 IST | Mumbai | Chirantana Bhatt