31 December, 2024 01:04 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદમાં નવા વર્ષને આવકારવા લોકો ઉત્સાહી હશે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે શહેરમાં ૬૦૦૦ પોલીસ તહેનાત રહેશે એટલું જ નહીં, અમદાવાદના મુખ્ય માર્ગો પર રાત્રે વાહનની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અમદાવાદમાં નાગરિકોની સુરક્ષાને લઈને ૫૦૦થી વધુ પોલીસ-કર્મચારીઓ બૉડી-વૉર્ન કૅમેરા સાથે સજ્જ રહેશે. આ ઉપરાંત શહેરમાં ૧૦૦થી વધુ ચેકિંગ પૉઇન્ટ બનાવ્યા છે. મહિલાઓના રક્ષણ માટે SHE ટીમ પણ કાર્યરત રહેશે. શહેરનો ચીમનલાલ ગિરધરલાલ (CG) રોડ પર સાંજે ૬ વાગ્યાથી અને સિંધુભવન રોડ પર રાત્રે ૮ વાગ્યાથી રાતના ૩ વાગ્યા સુધી વાહનો ચલાવી શકાશે નહીં. અમદાવાદ પોલીસે ગઈ કાલે શહેરમાં પૅટ્રોલિંગ પણ કર્યું હતું. નવા વર્ષને વધાવવા માટે આ બન્ને માર્ગ પર શહેરીજનો મોટી સંખ્યામાં ઊમટે છે, એમાં ખાસ કરીને યંગસ્ટર્સ વધુ હોય છે ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ત્યાં હાજર રહેશે.
મજા પહેલાંની સજા
થર્ટીફર્સ્ટની ઉજવણી માટે ગઈ કાલે હિમાચલ પ્રદેશના મનાલી જઈ રહેલાં વાહનોની કુલ્લુમાં જોવા મળેલી લાંબી લાઇન.