આજની રેસિપી: વેજિટેબલ ઓટ્સ ચિલ્લા

06 February, 2026 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં શીખો વેજિટેબલ ઓટ્સ ચિલ્લા

વેજિટેબલ ઓટ્સ ચિલ્લા

સામગ્રી: ૧ વાટકો ઓટ્સ, ૨ ચમચી બેસન, ૩ ચમચી રવો, ૧/૨ કપ કટ કરેલો કાંદો, કોથમીર, ૨ ચમચી બેલપેપર, ૨ ચમચી ગાજરનું છીણ, ચપટી હળદર, ૧/૪ ચમચી જીરા પાઉડર, ૧/૪ ચમચી લાલ મરચું, ૧/૪ ચમચી ધાણા પાઉડર, ૧/૨ ચમચી ચાટ મસાલો, ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ.

રીત : સૌપ્રથમ ઓટ્સને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. ત્યાર બાદ એનો મિક્સરમાં પાઉડર કરી લો. હવે એક બાઉલમાં ઓટ્સ, રવો, બેસન, બધા મસાલા ઍડ કરો. ત્યાર બાદ એમાં બધાં વેજિટેબલ, આદું-લસણની પેસ્ટ, કોથમીર નાખી જરૂર મુજબ પાણી ઍડ કરી પૂડલા જેવું બૅટર તૈયાર કરવું. ત્યાર બાદ લોખંડની લોઢીમાં તેલ લગાવી મીડિયમ પૂડલો પાથરો. બન્ને સાઇડથી ગોલ્ડન કરો. તૈયાર છે વેજ ઓટ્સ ચિલ્લા. ચટણી સાથે સર્વ કરો.

 

- મંજરી સિદ્ધાર્થ ઉદેશી

food news indian food mumbai food Gujarati food street food life and style lifestyle news columnists