આજની રેસિપી: ટમેટાનો મુરબ્બો

19 September, 2025 12:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં શીખો કઈ રીતે બનાવવો ટમેટાનો મુરબ્બો

ટમેટાનો મુરબ્બો

સામગ્રી : અડધો કિલો સારાં પાકેલાં ટમેટાં, સાકર (ગળ્યું જોઈએ એ પ્રમાણે) ૩૦૦ ગ્રામ, બે એલચીના દાણા, બેથી ત્રણ તજ, લવિંગ, ૧ ટી-સ્પૂન ઘી.

રીત : ટમેટાંને ધોઈ એના મીડિયમ ટુકડા કરવા. એક વાસણમાં ઘી લઈ એમાં તજ, લવિંગ નાખી ટમેટાં વઘારવાં. સહેજ ચડે એટલે સાકર નાખી જાડી ચાસણી કરવી. મુરબ્બો ડિશમાં રેલાય નહીં ત્યારે ઉતારી લઈ એમાં ગમે તો એલચીના આખા દાણા નાખવા. સીઝનમાં આ મુરબ્બો સસ્તો ને પૌષ્ટિક બને છે. જૅમને બદલે પણ આ મુરબ્બાનો ઉપયોગ થઈ શકે છે. બાળકોને પણ ભાવે છે.

કિચનના ટુવાલને સાફ કેવી રીતે કરશો?

કિચનમાં હાથ લૂછવા, ગૅસ સાફ કરવા કે વાસણ સાફ કરવા ટુવાલ કે રૂમાલ વપરાતા હોવાથી હળદર અને મસાલાના ડાઘ લાગી જાય છે અને સાફ કરવા મુશ્કેલ થાય છે. જો એને જંતુરહિત અને સ્વચ્છ બનાવવા હોય તો એક વાસણમાં પાણી લઈને એમાં ત્રણ ચમચી બેકિંગ સોડા નાખો અને એમાં ટુવાલ નાખીને ૧૦થી ૧૫ મિનિટ ઉકાળો. પછી ઠંડા પાણીમાં ધોઈને તડકામાં સૂકવી નાખવા. આનાથી ડાઘ, ચીકાશ અને જંતુ દૂર થશે અને એકદમ સ્વચ્છ થઈ જશે. આ સાથે લીંબુ પર મીઠું ભભરાવીને એને કપડા પર ઘસવાથી પણ એ સાફ અને ફ્રેશ થઈ જશે.

food news Gujarati food indian food life and style lifestyle news columnists