09 December, 2025 02:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સેવખમણી
સામગ્રી : ૧ વાટકી ચણાદાળ ધોઈને ઓવરનાઇટ પલાળવી. પાણી કાઢીને પાછી ૨-૩ વાર ધોવી. પછી નિતારીને મરચાં, આદું, દાળ, લસણ નાખી પીસવું. પાણી વધારે નાખવું નહીં. સ્મૂધ પેસ્ટ બનાવવી. સ્ટીમરમાં પાણી ગરમ કરવું. બૅટરમાં હિંગ, પિન્ચ હળદર, મીઠું, ખાંડ ૩ ટીસ્પૂન, ૧ પિન્ચ લીંબુનાં ફૂલ, પાણી નાખી ખીરું તૈયાર કરવું, ફીણવું (પોરિંગ કન્સિસ્ટન્સી). તેલથી ગ્રીસ કરેલી થાળી લેવી. તેલ વધારે લગાડવું નહીં. ઇનો નાખવો. ૨ ટીસ્પૂન પાણી નાખી હલાવવું. થાળીમાં રેડી ગરમ પાણીમાં રાખવું. ૧૫ મિનિટ સ્ટીમ કરવું. ઠંડું થવા દેવું. અનમોલ્ડ કરવું. ખમણી લેવું.
વઘાર : કડાઈમાં તેલ, રાઈ, લીમડાનાં પાન, લીલાં મરચાંની રિંગ, હિંગ, ૧/૪ કપ પાણી, ૧ ટેબલસ્પૂન દળેલી ખાંડ, પિન્ચ મીઠું નાખી ઉકાળવું, ખમણ નાખવું. હલાવવું. સેવ, કોથમીર, કોપરું, દાડમથી ગાર્નિશ કરી ગ્રીન ચટણી સાથે સર્વ કરવું.
- દીપલ શાહ (ગડા)
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)