29 January, 2026 02:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોસંબી સ્વીટ
સામગ્રી : ૩ નંગ મોસંબી, ૧ કપ ખાંડ, ૧/૨ કપ સામો, ૨ કપ કૉર્નફ્લોર, ૩ કપ પાણી, ૨ ચમચી ઘી, ૧/૨ કપ સિલોની પાઉડર, ૧ ટીપું પીળો ફૂડ કલર, નટ્સ (કાપેલા).
રીત : સૌપ્રથમ મોસંબીનો રસ કાઢી લો. હવે એક બાઉલમાં પાણી, ખાંડ, કૉર્નફ્લોર, સામો (ડાળો), મોસંબીનો રસ અને પીળો ફૂડ કલર ઉમેરીને બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો. મિશ્રણમાં ગાંઠો ન રહે એનું ધ્યાન રાખવું. હવે એક નૉનસ્ટિક કડાઈ લઈ એમાં તૈયાર મિશ્રણ નાખીને મધ્યમ આંચ પર રાખી સતત હલાવતા રહો. અંદાજે ૫ મિનિટ પછી મિશ્રણ ઘાટું થવા લાગશે. હવે એમાં બે ચમચી ઘી ઉમેરો અને સરસ રીતે હલાવતા રહો જ્યાં સુધી મિશ્રણ ચમકદાર અને રસવાળું ન થાય. પછી આ મિશ્રણને નાના-નાના કપ (ચાના કપ / સ્ટીલ કપ)માં નાખી ૨ કલાક માટે સેટ થવા દો. સેટ થઈ જાય પછી તમારી પસંદ પ્રમાણે આકારમાં કાપી લો. ઉપરથી સિલોની પાઉડર અને કાપેલા નટ્સ નાખીને સર્વ કરો. તમારી મોસંબી સ્વીટ સાથે ઇડલી તૈયાર છે.