10 September, 2026 07:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પર્યુષણ સ્પેશ્યલ રેસિપી : મગદાળ પકોડી ચાટ
સામગ્રી : ૨ કપ લીલી મગની દાળ, ૧ કપ ઠંડું દહીં (એને પાતળું કરવા માટે વ્હિસ્કની મદદથી ફેંટી લો), જીરું પાઉડર, લાલ મરચું પાઉડર, દાડમના દાણા, આમલીની ચટણી, ગાર્નિશ કરવા માટે સેવ.
બનાવવાની રીત : લીલી મગની દાળને ૬ કલાક પલાળી રાખો. પછી એમાંથી પાણી નિતારી લો. બ્લેન્ડરમાં લીલી મગની દાળ અને મીઠું ઉમેરો તેમ જ ખીરું રેડી શકાય એવી સુસંગતતા (પોરિંગ કન્સિસ્ટન્સી) અને હલકું/ફૂલેલું (ફ્લફી) બને ત્યાં સુધી એને પીસી લો. ઇડલીના વાસણમાં તેલ લગાવો (મેં મિની ઇડલીના વાસણનો ઉપયોગ કર્યો હતો). એમાં ખીરું ઉમેરો અને ૨૦ મિનિટ માટે બાફી લો. એને ઠંડું થવા દો અને ઇડલી/પકોડાને ઉખેડીને બહાર કાઢી લો. એક બાઉલમાં પહેલાં પકોડા ઉમેરો, પછી દહીં ઉમેરો. એમાં આમલીની ચટણી, સેવ, મસાલો ઉમેરો. દાડમના દાણાથી એને ગાર્નિશ કરો અને ઠંડું સર્વ કરો.
-કરિશ્મા મહેતા