12 November, 2024 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘વીર ઝારા’નું પોસ્ટર (ડાબે), સંજીવ કોહલી
સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા (Preity G Zinta)ની ફિલ્મ ‘વીર ઝારા’ (Veer-Zaara) લોકપ્રિય ફિલ્મોમાંથી એક છે. વર્ષ ૨૦૦૪માં રિલીઝ થયેલી આ ફિલ્મની વાર્તાએ દર્શકોના દિલ જીતી લીધા હતા. ફિલ્મે તાજેતરમાં રિલીઝના ૨૦ વર્ષ (Veer-Zaara Turns 20) પુર્ણ કર્યા છે. તેનું નિર્દેશન યશ ચોપરા (Yash Chopra)એ કર્યું હતું. આ ફિલ્મના ગીતો પણ લોકોને ખુબ જ પસંદ આવ્યા હતા. યશ ચોપરાને ફિલ્મ વીર-ઝારાનું ગીત ‘તેરે લિયે’ એટલું ગમ્યું કે તે તેમના અંતિમ શ્વાસ સુધી તેમની રિંગટોન રહી ગતી. ફિલ્મની ૨૦મી વર્ષગાંઠ પર, પીઢ સંગીતકાર મદન મોહન (Madan Mohan)ના પુત્ર સંજીવ કોહલી (Sanjeev Kohli)એ આ યાદગાર સાઉન્ડટ્રેકના નિર્માણની વાર્તા અને કેવી રીતે ‘વીર ઝારા’ તેમના પિતાના સંગીતન વારસાને શ્રદ્ધાંજલિ આપવાનું એક સ્વપ્ન સાકાર થયું હતું તે શૅર કરે છે.
સંજીવ કોહલી કહે છે કે, ‘વીર-ઝારા મારા માટે એક સપનું હતું જેને હું ક્યારેય હકીકત તરીકે સ્વીકારવાની હિંમત પણ કરી શક્યો નહીં. પિતાના સંગીતના વારસાને આગળ ધપાવવાનું પુત્રનું સ્વપ્ન સાકાર કરવાનું હતું. મારા પિતા સ્વર્ગસ્થ સંગીતકાર મદન મોહનનું ૧૯૭૫માં માત્ર ૫૧ વર્ષની વયે અવસાન થયું હતું. તેમને વધુ નવું બનાવવાની તક મળી નથી. મોટા પ્રોડક્શન હાઉસ અને લોકપ્રિય પુરસ્કારો હંમેશા તેમનાથી દૂર રહેતા અને આ વાતથી તેમને બહુ તકલીફ થતી હતી.’
‘વર્ષ ૨૦૦૩માં એક દિવસ, યશજીએ મને કહ્યું કે છ વર્ષ પછી તેમણે ફરી એક ફિલ્મનું દિગ્દર્શન કરવાનું નક્કી કર્યું છે, પરંતુ તેમને એવી ફિલ્મ જોઈતી હતી જેમાં જૂનું વિશ્વ સંગીત હોય – પશ્ચિમી પ્રભાવ વિના, ભારતીય અવાજો પર આધારિત મજબૂત ધૂન, હીર રાંઝા અને લૈલા મજનુ જેવા ૬૦ અને ૭૦ના દાયકાના સંગીત સાથે. યશજીએ કહ્યું કે તેઓ ઘણા સમકાલીન સંગીતકારોને મળ્યા હતા, પરંતુ તે જૂની મધુરતાનો જાદુ શોધી શક્યા નહોતા, કારણ કે તે બધાએ તેમના સંગીતને આધુનિક પશ્ચિમી પ્રભાવો સાથે સ્વીકાર્યું હતું. આ સાંભળીને મેં તેને કહ્યું કે મારી પાસે કેટલીક જૂની ધૂન છે, જે ૨૮ વર્ષથી સાંભળવામાં આવી નથી. યશજી આ વિચારથી ઉત્સાહિત થયા અને મને મારા પિતાની ન સાંભળેલી ધૂન શોધવાનું કહ્યું.’ એમ સંજીવ કોહલીએ ઉમેર્યું.
આગળ સંજીવે કહ્યું કે, ‘મેં લગભગ એક મહિના સુધી આ જૂની ટેપ સાંભળી. મારી પાસે અગાઉ જે બે-ત્રણ કેસેટ હતી તેમાંથી મને આજના જમાનામાં પણ વગાડી શકાય એવી ૩-૪ ધૂન મળી. યશ જી અને આદિત્યએ તેમને સાંભળ્યા અને તેઓ સકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા હતા, પરંતુ તેઓ તેમને નવી રીતે સાંભળવા માંગતા હતા કારણ કે જૂના રેકોર્ડિંગ્સનો અવાજ ખૂબ જ નબળો હતો. મેં ત્રણ સંગીતકારોની ટીમ બનાવી અને 30 ધૂન નવેસરથી રેકોર્ડ કરી. મેં જાતે ડમી ગીતો લખ્યા અને ત્રણ યુવા ગાયકોને ગાવા માટે બોલાવ્યા. જ્યારે યશજી અને આદિત્યએ આ ધૂન સાંભળી ત્યારે તેઓને સંતોષ થયો. થોડા દિવસોમાં, તેમણે ૩૦માંથી ૧૦ ગીતો પસંદ કર્યા અને તેને તેમની સ્ક્રિપ્ટમાં યોગ્ય સ્થાન આપ્યું. હું ખૂબ અભિભૂત હતો’
યશ ચોપરા ઈચ્છતા હતા કે લતા મંગેશકર (Lata Mangeshkar) વીર-ઝારાની ધૂન ગાય. સંજીવ કહે છે, ‘યશજીએ કહ્યું હતું કે માત્ર લતાજી જ ફીમેલ ગીતો ગાશે અને મને આ ખૂબ ગમ્યું કારણ કે મારા પિતાની ધૂન હંમેશા લતાજી માટે જ રચાતી હતી. લતાજીએ પણ તેને પોતાની આંતરિક શક્તિ દર્શાવતા ગાયું હતું. મારા બધા સપના વીર-ઝારા સાથે સાકાર થયા. મારા પિતાની ધૂન ભારતની સૌથી સફળ ફિલ્મોમાંની એકની સાઉન્ડટ્રેક બની હતી. એટલું જ અમિતાભ બચ્ચન અને હેમા માલિનીએ ફરી એકવાર તેમના ગીતો પર ડાન્સ કર્યો, અને આ ગીતો લગભગ એક વર્ષ સુધી ટોચ પર રહ્યા અને લોકપ્રિયતા પુરસ્કારો મેળવ્યા.’
ફિલ્મ ‘વીર ઝારા’ તાજેતરમાં જ કેટલીક જગ્યાએ રિ-રીલિઝ કરવામાં આવી છે.